Friday, 6 October 2017

 *સંબંધો ની હૂંફ ખતમ થઇ જાય છે*
*પણ....*
*યાદો ની સુગંધ ક્યારેય સાથ નથી છોડતી...*


 *કૂંડાળું મિટાવીને લીટી કરી છે,* 
*સફરને અમે સાવ સીધી કરી છે.* 
*વિકટ માર્ગની આબરૂ કાજ થઈને,* 
*અમે ચાલ થોડીક ધીમી કરી છે.* 
*‘નથી છોડતી માયા…’* 
*કહેવાને બદલે, અમે પોતે પક્કડને ઢીલી કરી છે.*
 *ગઝલને પરણવાના યત્નોમાં અંતે,* 
*અમે વેદનાઓની પીઠી કરી છે.*
 _*અમારું તો સમજ્યા કે આદત પડી છે, તમે કેમ આંખોને ભીની કરી છે*_ *


ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવું : દુઃખ મહત્વનું હોય તો 
વ્યક્તિ ભૂલી જવી અને વ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું


ના એને કોઇ અપેક્ષા મારી પાસે ,
ના મને કોઇ અપેક્ષા એની પાસે ,
છતા એકબીજાને મળીએ ને,
બંનેનું શેર લોહી વધે એનું નામ
 "સંબંધ........


મને સ્પર્શીને તમે કંઈ ગુમાવ્યું છે?
ઝણઝણાટી જેવું મારામાં કંઈક આવ્યું છે...


જેને મળ્યા પછી
જીવવાનું વ્યસન થઈ જાય એ ❣પ્રેમ❣


જ્યારે જ્યારે પણ તને મળું છું, હું પુનર્જીવિત થાઉં છું, 
તારા પડછાયાના પરિઘ સુધી જ હું તો સીમિત થાઉં છું.


*રિસ્ક હંમેશા મોટું લો,*
*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*
*હારી જશો તો સલાહકાર*.✍🏻
જે વસ્તુ તમને *ચેલેન્જ* કરી શકે છે,
એ જ તમને *ચેન્જ* કરી શકે છે.....


ક્યાંક જીતની ખુશી છે તો ક્યાંક હારની વ્યથા છે.
આ જીંદગીની રમત છે બોસ અહીં તો ચહેરે ચહેરે કથા છે...


સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?




No comments:

Post a Comment