Monday, 9 October 2017

જયારે કોઈ પુરુષ સ્ત્રીને #તીવ્રતાથી ચાહે છે
ત્યારે #સ્ત્રી આપોઆપ પોતાની #જાતને_ચાહવા માંડે છે...!!


રહી દૂર જ્યારે જ્યારે તું મારી તરફ નમે... 
કહું સાચું? 
ઘટના એવી મને ઘણીયે ગમે...


*હ્રદય ચીરીને બહાર નીકળ્યું,*
*આંસુ જબરું ધારદાર નીકળ્યું.*


*કાંટા ભલે ને હતા મારગ માં ,*
*પગલાં માત્ર ફૂલો પર જ પડયા ,*
*હતી દયા પ્રભુ ની મુજ પર


 શરતો માં ક્યારે બાંધી છે તને
ઓ જીંદગી...
           આ તો આશા નો દોરો છે,
ક્યારેક તું નહી.... તો ક્યારેક હું નહી....


લખીલે જે હથેળીમાં નામ મારુ,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોઇક દિવસ જો તરસ લાગશે તને,
હથેળીથી પાણી પીતા યાદ આવશે નામ મારું.


 માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે..

જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે .

કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે ...



હક્ક વગર નુ જયારે લેવાનું મન થાય છે ત્યારે મહાભારત નુ સજઁન થાય છે. 
*પરંતુ*
હક્ક નું હોવા છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સજાઁય છે.
*સમજાય એને વંદન*


જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે,
પણ ચહેરા પરનું "સ્મિત" અને "આશા"
ક્યારેય ના છોડવી !!


ખરેખર તો હસો છો આપ ત્યાં હું ડૂબી જાઉં છુ,
કહું છું સાવ ખોટુ કે મને ખંજન નથી ગમતા.


એકવાર જરુર વાંચજો 
જો તડકા માં બધું જ "સુકાઇ" જતું હોય તો,,
માણસ ને તડકા માં "પરસેવો" કેમ થાય..?
*તમે વિચારો હું સૂઈ જાવ*








No comments:

Post a Comment