Monday, 9 October 2017

અદ્ભૂત કહાની એની અને મારી...
ના કહી શકાય    
ના લખી  શકાય ……


સુખ દુઃખ માં સુખ ની ઉંમર નાની હોઈ .. બાકી દિલ માં સંતોષ હોઈ તો રોજ સુખ હોઈ .. 


*કમાવું હોય તો લાયકાત કમાવ,*
*લાયકાત વગર કદાચ ઓડી લઈને ફરશો તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે.*


લાયક થવું હોય તો પ્રયત્નો કરવા પડે,
બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે.


*મગજ* ને ખૂબ 
ભણાવો, 
બસ...
એક *દિલ* ને *અભણ* રાખજો.


*પ્રેમસબંધનું એક અલગ જ કેલેન્ડર હોય છે,*
*જેમાં મિલન હંમેશાં ઘડીઓમાં*
*અને વિરહ વર્ષોમાં હોય છે..*


સપના માં તું મારી હકીકત છે, 
હકીકત માં તું જ મારું સ્વપ્ન છે.


 *મૈત્રી હોય ત્યાં કરાર ન હોય ને,*
        *કરાર હોય ત્યાં યાર ન હોય...*

*આંખો બોલે ને મન સાંભળે,*
        *ત્યા લખાણના વ્યવહાર ન હોય...*


*સમય, તબીયત અને સબંધ આ ત્રણેય ઉપર કિંમત નુ લેબલ નથી હોતુ*
*પણ*
*જયારે આપણે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત નો અહેસાસ થાય છે...


હૂ તને કેટલુ ચાહુ છું
એનો
હિસાબ કયારેય ન માગીશ
કારણ કે
તને પ્રેમ નો કોરો ચેક આપ્યા 
બાદ
હવે મારા ખાતામાં કઈ જ નથી.






No comments:

Post a Comment