Saturday, 7 October 2017

માણસને ઓળખવો હોય તો ખાલી એટલું કહી દો  *હું તકલીફ માં છું.*


*લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું , , ,* 
*હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . . .*

*જોયા અગણિત સંબંધો દુનિયામાં , , ,* 
*દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . . .* 

*શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન , , ,* 
*પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . . .* 

*ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં , , ,*
*આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . . .* 

*જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા , , ,* 
*લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . .*



*કે પ્રેમ માં ક્યાં કોઈ હિસાબ જોવાય..!!?....*
*બસ,એની ઉપસ્થિતિ ના ઉમંગ અનુભવાય.....*
*એના અધર ના  સ્મિત જોવાય..એની આંખો ની અમી ઝીલાય..!!*


ધરતી પર નભ નમે તો અમને ગમે,
આ મસ્ત મોસમમાં કોઇ યાદ કરે તો અમને ગમે.
વરસાદ તો વરસે તેની તો આ મોસમ છે,
પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે....!!


આપી દેને પ્રભુ મને બાળપણ મારું,
નથી ગમતું મને આ શાણપણ મારું


નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, 
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે.


*"" સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે,*
*લોકો લંબાઈ,પહોળાઈ*
*માપે છે......*
*ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી.""*



      

No comments:

Post a Comment