Wednesday, 25 October 2017

મૃત્યુ જિંદગીનું
મોટું નુકસાન નથી,
નુકસાન તો એ સમયનું છે
જે તમે જીવતા હોવ છતાંપણ નથી જીવી સકતા..!



એમના વિના એકલાં,  મને જીવતા નથી આવડતું.....
એમના પ્રત્યેનાં પ્રેમને વધું, મને વર્ણવતા નથી આવડતું....
કહીશ હવે બસ એટલું કે,  તુ જ મારી જિંદગી છે.....
આનાથી વિશેષ હું શું કહું ......??
મને તો હવે કંઈ કહેતા નથી આવડતું.........


પ્રેમ❤કરનારા પણ ખુશ છે.
પ્રેમ ન કરનારા પણ ખુશ છે,
દુઃખી તો એ છે કે જેમને એ ખબર નથી કે
તેઓ પ્રેમ કરે પણ છે કે નથી કરતાં.❤



મારું ઉદાસ😰રહેવું એ મારો શોખ નથી.,❣
બસ સજા ભોગવી રહ્યો છું તારી સાથે 😅હસવાની...

હવે તો, હસતા🙂મોંઢે રડતો હું...



લાગણીને પણ ન્યુટનના નિયમો લાગુ પડે છે..
જેને પસંદ પડે ત્યાં સોસાઈ જાય,નહિ તો અથડાઈને પાછી આવે.



લોકો કહે છે કે નફરત બવ ખરાબ ચીજ છે... 
તો પ્રેમ કરીને ક્યાં કોઈ હીંચકે હીંચાવે છે...



પ્રેમ એટલે ?
તેને મારું દિલ તોડી ને જતા રહવું,
તો પણ મારું કહવું
"મે ફીર ભી તુમકો ચાહુંગા"



એ હસે છે.
ગમે છે.

એ જિદ્દી છે.
ગમે છે.

એ વાયડી છે.
ગમે છે.

એ ઝગડે છે.
ગમે છે.

એ માન મંગાવે
એ પણ ગમે છે.

એ નથી બોલતી.
આ નથી ગમતું.



શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ?
તુંય જાણે છે નિરંતર કોણ ચાહે છે તને ?



શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.




No comments:

Post a Comment