Monday, 30 October 2017

*ફાકી જાઉ સઘળી એકલતા ઘોળીને*
*એકાદ મીંઠો ઘુંટડો તું જો સાથનો દે*


બેય બાજુ વિચાર તારા છે,
કેમ પડખું ફરુ હુ  પથારીમાં...!


*પ્રેમ* એટલે "વાત કર ને..મુડ ઓફ છે" થી લઈને,
"પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર" સુધીની સફર..!!


*સફળ માણસ એે જ છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે*

*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય...*


હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,,,,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે...


*ઓશિકાની ભીનાશ કોઠે પડી ગઈ*
*આંસુના ભાગ્યે સુગંધી રૂમાલ ક્યાં !*


હવા ને કહી દો કે પોતાને અજમાવી બતાવે...
ઘણા દીવાઓ બુજવ્યાં
કોઈ સળગાવી તો બતાવે...


*રોજ આવી*
*હરિ કાન માં પૂછે..*
*બોલ , શું જોઈએ છે ?*
*અને*
*મારો એક જ જવાબ..*
*કશુ જ  જોઈતું નથી..*_
*પણ.. રોજ પૂછતાં રહેજો..*


   
*ઝોકું* "જલેબી" નથી, 
તો ય "ખવાય" જાય છે. 

*આંખો* "તળાવ" નથી,
તોય "ભરાય" જાય છે. 

*ઇગો* "શરીર" નથી, 
તોય "ઘવાય" જાય છે. 

*દુશ્મની* "બીજ" નથી,
તોય "વવાય" જાય છે. 

*હોઠ* "કપડું" નથી, 
તોય "સિવાઈ" જાય છે. 

*કુદરત* "પત્ની" નથી, 
તોય "રિસાઈ" જાય છે. 

*બુદ્ધિ* "લોખંડ" નથી, 
તોય "કટાઇ" જાય છે. 

અને *માણસ* "હવામાન" નથી, 
તોય "બદલાઈ" જાય છે.

*નફરત* હોય ના હોય 
થોડો *પ્રેમ* રાખજો.. 

મળવાનુ થાય ના થાય 
*સબંધો* બનાવી રાખજો..

*દુ:ખ* હોય ના હોય 
દિલાસો *દિલ* થી આપજો.

કોલ થાય ના થાય 
*મેસેજ* ચાલુ રાખજો


તું જો બાકાત હો મુજ થી, 
તો એકલો ય શૂન્ય થઈ જાઉં....
ને તું જો હો પીઠબળ તો, 
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....
*એનું નામ દોસ્તી...*





No comments:

Post a Comment