એમણે પુછ્યું.....
.મારો ક્યો શબ્દ તને ખૂંચે છે???
મે કહ્યું.....
*"મૌન"*
_ઉદાસ સાંજ,_
_દર્દભરી રાતો,_
_ભીંજાયેલી સવાર,_
*_આ પ્રેમમાં મળેલ ભેટ_*
આપી શકે તો પ્રેમ ભર્યો એક સાદ મને તું આપજે;
હોઠ ભલે મૌન રહે,નજરથી એક ઈશારો તું આપજે.
મારા દિલના જખમ તારી સમક્ષ હું બતાવી શકું ;
મારા દિલને ફક્ત એટલો સહારો તું આપજે.
માત્ર એક તારા જ દિલને, હું મારુ સમજી શકું;
તારા હૈયે સદા,એટલો મને ઉતારો તું આપજે.
તારા હ્રદયનો રાજા બની રાજ હું કરતો રહું;
બસ જન્મોજન્મનો એટલો ઈજારો તું રાખજે.
આભલું આખેઆખું ઓગળે અને મેઘ થઇ જાય
ક્યારેક અજાણ્યા કોઈ નામનો ભેખ થઇ જાય
દંગ થઇ જાય દુનિયા, કરો પ્રેમ તો એવો કરો
પ્રેમનો એક ફકરો, ને નસીબનો લેખ થઇ જાય.....
જતાવવા નથી માગતી કે હું બહુ સારી છું,
પણ એટલું જરૂર કહીશ કે, ફક્ત તારી છું !!
*ગુસ્સો કર્યા પછી*
*પણ*
*એકબીજાની ચિંતા કરવી*
*એ જ*
*સાચા સંબંધની નિશાની છે...*
*ભુલ* થાય તો
સાથ છોડનારા
અનેક મળી જશે,
પણ ભુલ થયા પછી
તેને *સંભાળી લેનારા*
ખૂબ ઓછા હશે....
મનને બદલી શકાય
પણ
મનમાં હોય તે નથી બદલી શકાતું.
જ્યાં *સ્નેહ* હોય ત્યાં
*સંકળાશ* હોતી નથી
અને જ્યાં *સ્વાર્થ* હોય
ત્યાં *મોકળાશ* હોતી નથી !
દિવાળી ની સફાઇ માં
કંઈક ખોવાયેલુ મળી જાય છે...
તો કંઈક ખોવાયેલુ યાદ આવી જાય છે....
No comments:
Post a Comment