મળે જયાં લાગણી ના ખજાના..
સબંધ એજ લાગે છે મજાના...
સુકાયેલા પાંદડાનેપવન સાથે પ્રેમ થઇ ગયો.
હવે,સવાલ જો હોય મિલનનો,તો, જવાબમાંએને ખરવુ પડશે.
તું મને જ્યારે જ્યારે યાદ આવે છે
ત્યારે ત્યારે
મારા ટોડલે તોરણમાં મઢેલ મોર નાચવા લાગે છે
હું ને મારા પ્રતિબિંબની વચ્ચે
તારો નહીં કરેલો સ્પર્શ
ને
એની તાજી જન્મેલી કૂણી લાગણીઓ
આવીને ઉભી રહે છે
ત્યારે ....
'હું'
મારી ભીતરના અંધકારમાં રહેલ ગર્ભને એ.....
લાગણીમાં ઓગળતી મહેસૂસ કરું છું.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
*એને કંઇક વાંકું પડયું છે વન સાથે*,
♥♥♥
*સુગંધ ભાગી ગઈ છે પવન સાથે*...!!!
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય...
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે*
દિલ અને મન રંગોળી જેવું રાખજો સાહેબ પછી જોજો આ દુનિયા દિવાળી જેવી રંગીન લાગશે..
લાગણીની પણ તસ્વીર લેવાતી હોત તો ?
આ ધડકનની હેરાફેરી થાતી હોત તો ?
દિલનો પણ નીકળે છે તાગ ક્યાં,
નિયત એની રડાર પર ઝીલાતી હોત તો ?
લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.
એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.
દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.
લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે
છતા પુનમે હોળી છે , અને અમાસે દીવાળી છે.
છમ છમ પગલે લક્ષ્મી આવે..
દ્વાર ખુલ્લા રાખજો...
દિવાળી નો દિવસ છે...
ખુશી ના દીપ પ્રગટાવજો...
દિવાળી ના શુભ તહેવારની
ખુબ ખુબ શુભકામના
માં લક્ષ્મી તમારું જીવન સુખ-સંપત્તિ થી ભરપૂર કરે તેવી દિવાળી ની શુભ સંધ્યાએ પ્રાર્થના.
🏼🏼🏼
...
No comments:
Post a Comment