જૂના વર્ષની વિદાઇ હો,
નવાવર્ષની વધાઇ હો
હૈયું લીલુ રાખી થોડા છાંયડા ઉગાડીએ
માટી સાથે માટીની આ એટલી સગાઈ હો.
- *સુરેશ વિરાણી*
ઊઘડે બારી નવી એ રાહ જોઈ બેઠી છું
સાવ નોખું સ્વપ્ન મારી આંખે પ્રોઈ બેઠી છું
યુદ્ધ ના હો ભીતરે પ્રગટે નહિ કોઈ અગન
એક શાંતિયુગના મંડાણ જોઈ બેઠી છું.’’
- *પ્રજ્ઞા વશી*
વધારે જેમ પીવાતી વધારાની તરસ લાગે
મદિરા જિંદગીની હો પુરાણી તો સરસ લાગે
જણસ જેવા સ્મરણ દઇને વરસ વીતી ગયુ જુનું
નવી નક્કોર લગડી આવનારું આ વરસ લાગે.
- *ડૉ.હરીશ ઠક્કર*
*નવું વર્ષ કોને કહેવાય?*
_અંકિત ત્રિવેદી_ ની આ સુંદર રચના દરેક દંપતી એ એક બીજાને કહેવા જેવી. *ચોક્કસ વાંચજો*
મારાં સપના તારી આંખે સાચા પડતાં જાય,
એને નવું વર્ષ કહેવાય.
હું કાંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય,
એને નવું વર્ષ કહેવાય.
લાભ, શુભ ને ચોઘડીયા પણ અંદર થી ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
ટૂંક માં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
- *_અંકિત ત્રિવેદી_*
મારી ડાયરીમાં તારા અક્ષરો,
ઊંડા ઉઝરડા ને લોહીની ટશરો...રિસાઈ ગયેલી ખામોશી કરતા....
બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે....
પરિપક્વ દોસ્તીનો એક અર્થ
"ખાનગીમાં ટીકા અને જાહેરમાં ટેકાનો સંબંધ"
પ્રેમ તો
ખાલી મને જ થયો હતો
તુ તો,,,
ખાલી તારી એકલતા દુર કરતો હતો...
No comments:
Post a Comment