*ઝોકું* "જલેબી" નથી,
તો ય "ખવાય" જાય છે.
*આંખો* "તળાવ" નથી,
તોય "ભરાય" જાય છે.
*ઇગો* "શરીર" નથી,
તોય "ઘવાય" જાય છે.
*દુશ્મની* "બીજ" નથી,
તોય "વવાય" જાય છે.
*હોઠ* "કપડું" નથી,
તોય "સિવાઈ" જાય છે.
*કુદરત* "પત્ની" નથી,
તોય "રિસાઈ" જાય છે.
*બુદ્ધિ* "લોખંડ" નથી,
તોય "કટાઇ" જાય છે.
અને *માણસ* "હવામાન" નથી,
તોય "બદલાઈ" જાય છે.
*નફરત* હોય ના હોય
થોડો *પ્રેમ* રાખજો..
મળવાનુ થાય ના થાય
*સબંધો* બનાવી રાખજો..
*દુ:ખ* હોય ના હોય
દિલાસો *દિલ* થી આપજો.
કોલ થાય ના થાય
*મેસેજ* ચાલુ રાખજો
*આ પ્રેમ ખુબજ અઘરો ખેલ છે. વહાલા.....*
*એમાં ક્યાં ફાવી જાય છે....*
*મારી વાત મૂકો આમતો શ્રી ક્રિષ્ના પણ હારી ગયા છે....*
*મારે ક્યાં જરૂર છે ઝેર ની*
*હું તો પેહલા થી જ તારા પર મરુ છું*
" વરસાદ ત્યારે જ પડે છે જયારે વાદળો પાણીનું વજન સહી નથી શકતા,
અને....
આંસુ ત્યારે જ પડે છે જયારે હૈયું વેદનાનું વજન સહી નથી શકતું !!"
મુઠ્ઠી ભરી ને અમે વાવી'તી ઝંખના
ને સીમ ભરી ઉગી લીલાશ...
ખોબો ભરીને અમે શમણા પીધા ને
પછી રોમરોમ ફુટ્યું આકાશ...!!!
ઐસી હો દોસ્તી હમારી કી હર ડગર મેં હમ મિલે,
મર ભી જાયે અગર હમ તો તું બાજુવાલી કબર મેં મિલે.
સારું છે કે આંસુ રંગ વગરના હોય છે.
નહિતર....
સવારે ઓશીકામાં પડેલાં ડાઘના જવાબ આપવા પડે....
અંગારા, ઠંડાગાર લાગે હાથની હથેળીમાં,
પૂછો એને બળતરા ભોગવી જેને હૈયામાં..!!
ખોબલે ખોબલે, દુ:ખ ઉલેચ્યાં, ને,
ગણાઈ ગયાં સુખ, આંગળીનાં વેઢે..!!
કેટલાક અફસોસ એટલા અંગત હોય છે કે,
કોઈને એમ પણ નથી કહી શકતા કે મને અફસોસ છે...
ખોબલે ખોબલે, દુ:ખ ઉલેચ્યાં, ને,
ગણાઈ ગયાં સુખ, આંગળીનાં વેઢે..!!
No comments:
Post a Comment