Friday, 13 October 2017

ગમતી વ્યક્તિ થી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવું
"દુઃખ મહત્વ નું હોય તો વ્યક્તિ ભૂલી જવી,
અને વ્યક્તિ મહત્વ ની હોય તો દુઃખ ભૂલી જવું."


 S..U..K..H.

સુખ એટલે.....

- ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખ....

- તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ..

- કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપેલ સંસ્કાર ના બીજ એટલે સુખ....

- રોજ દેવસ્થાને દીવાની જ્યોતમાં પ્રગટતું પ્રાર્થનાનું અજવાળું એટલે સુખ..

- ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખ....

કાકા-દાદાના સંતાનો અને દેરાણી-જેઠાણી વચ્ચેના આત્મીય સંબંધો પ્રાપ્ત થઇ જવા એટલે સુખ....

- રોજ જમતી વખતે " આ ભગવાનની ક્રુપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખ....

- " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખ..

- ભર ઉનાળે બપોરે ઘરે આવેલ ટપાલીને અપાતા શરબતના ગ્લાસમાં રહેલી ઠંડક એટલે સુખ..

- મનગમતા લેખકના પુસ્તકને વાંચવામાં થયેલુ આખી રાતનું જાગરણ એટલે સુખ ..

- દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ...

સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખ....

- મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખ.

અંતે.....

પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ  સુખ....



આ નૈનો ના ખેલ માં મેં ભાન ખોયા છે!  
આ નૈનો ના નેહ કેવા વહાલસોયા છે!  
નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે!


જુગાર ભલે કોઈ પણ પ્રકારનો રમજો 
પણ...સાહેબ 
જીવન મા કોઈ ની લાગણી ઓ દાવ_પર_ના મૂકતા....!!


ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા.!


કોઈકે મને પૂછ્યું કે આખી જીંદગી શું કર્યું ?
હસીને મેં જવાબ આપ્યો કે કોઇની સાથે કપટ નથી કર્યું.



સંબંધ એટલે...
જેમાં હક પણ ના હોય અને શક પણ ના હોય...


પૂછ્યું જ્યારે એ પાગલે...
પ્રેમ તો છે પણ ક્યાં સુધી.!
મૂકી ને એનો હાથ દિલ પર મેં કહ્યું,
આ ધડકશે ત્યાં સુધી...


હું દીવો છું, 
મારી દુશ્મની તો ફક્ત અંધારાથી છે
હવા તો કારણ વગર મારી વિરુદ્ધ મા છે

હવા ને કહી દો પોતાને પણ અજમાવી જુવે
બહુ દીવા ઓલવ્યા 
એકાદ પ્રગટવી પણ જુવે...


મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,
            પણ એને આખી જિંદગી
       મનગમતું રાખવું એ જ અઘરું છે...



No comments:

Post a Comment