Wednesday, 18 October 2017

જ્યારે જ્યારે મારી લખેલી બે લીટીને 
તું like કરી જાય છે,
ત્યારે ત્યારે અહીં બગડેલો બધો સમય
  વ્યાજ સાથે વસુલ થઈ જાય છે..!!


મારે તને એક વાત કહેવી છે...
પણ શરત એટલી કે,
હું બોલું નહી અને તુ સમજી જાય તો..!


 આંખ લાલ જોઈ એવુ ના માની લેવાય કે
         નશો કર્યો હશે...સાહેબ,
અરે કોઈની યાદનો ઉજાગરો પણ હોઇ શકે.


આવી માદક સાંજે
તું મને પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ…
કારણ,
મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ,
ને
અલ્પવિરામ હું મુકીશ નહિ….


ઘણા જવાબ વિચાર્યા હતા મેં,
કાશ તે પૂછ્યું હોત, આટલો પ્રેમ કેમ કરે છે...


તારા "ખ્યાલ"  ને કહી  દે  સરખા રહે
મારી  આસપાસ  જ ફરતા  રહે....


મોહબ્બત નો કાયદો અલગ હોય છે...!!
અહીં અદાલત માં વફાદાર ને સઝા મળે છે....


*સ્વાદ અલગ છે મારા શબ્દોનો*.........
*કોઈ ને સમજાતો નથી*
*તો,* 
*કોઈ ને ભૂલાતો નથી* ...


લોકો જોતા હોય ત્યારે જે  વર્તન કરો એ "પર્સનાલિટી" કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ "કેરેક્ટર" કહેવાય.


થાક હરેક વ્યક્તિને લાગે છે,
 કોઇકને જીંદગીથી 
તો 
કોઇકને જવાબદારીઓથી.
ઝુકતાં નહી આવડે તો ચાલશે પણ....
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.  

No comments:

Post a Comment