Saturday, 7 October 2017

પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપજો કે "અભિમાન ન આવી જાય",
અને 
દુઃખ આપો તો એટલું જરૂર આપજો કે "આસ્થા ન ચાલી જાય"..


*મારી ડુબતી નાવ જોઇ ને ઘણા હસ્યા હતા,...સાહેબ*
*હસનારા તો એજ હતા,*
*જે મારી જ નાવમાં બેસી સામે કિનારે પહોંચ્યાં હતા...*


 બને એટલું સરળ બનવું, સ્માર્ટ  નહીં,
*મહાદેવે* બનાવ્યા છે, માઇક્રોસોફ્ટે નહીં.


 હું "શૂન્ય" છું....
મને તમારી પાછળ જ રાખજો,
મારે તો ફક્ત તમારી કિંમત વધારવીછે......


ક્યાંક તડકો દેખાય તો કહેજોને...
રૂ જેવી હલકી
અને
ભીંજાઇ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે...


*જીવવું અરીસાની જેમ...*
*જેમાં, સ્વાગત બધાનું*
*પણ, સંગ્રહ કોઈનો નહિ.*    


વાહનવ્યવહાર હોય કે જીવનવ્યવહાર,
આંખો મીંચીને દોડે એને અકસ્માત નડે જ !!


ચહેરા પર અચાનક આવતી #Smile નુ કારણ બેશક તું જ છે  
પણ તારી કસમ ..બીજી જ સેકન્ડ એ આખોમાં આવતી સુનામી નુ કારણ પણ માત્ર તું જ છે!!!


આંશુ સાર્યાં ત્યારે કિંમત ન'તી થૈ,
ને રૂમાલની કિંમત રાતોરાત વધી ગૈ.


 હાથથી કરેલું દાન
અને
મોઢા થી લીધુ શ્રી કૃષ્ણ નુ નામ ક્યારેય વ્યર્થ નથી જતુ
માટે જય શ્રી કૃષ્ણ






No comments:

Post a Comment