Sunday, 22 October 2017

એ ચાંદ પણ અદૃલ તારા જેવો...જ
સપના બતાવી ગાયબ થઇ જાય છે...


દિલ તો ચાહે છે કે
માથે સવાર થયેલા એના *" પ્રેમ ના ભૂત "* ને  ઉતારી 
આજે ગામ ના ગોદરે મૂકી આવુ ..


હુ મૌન મા દબાયેલ દારુગોળો ને.....
તારુ સ્હેજ મલકવુ તે દીવાસળી....


એની યાદો ની રંગોળી વિખરાઈ નથી હજુ.....
અને જોત જોતા મા પાછી  દિવાળી આવી ગઈ ....


*તું અતિથિ બની ને જ આવીજા ને ફરી,*
*મારે ને તિથિને કોઇ લેવાદેવા નથી.*


'હાલ' પૂછી લેવાથી
ક્યાં કોઇનાં 'હાલ' ઠીક થઇ જાય છે..!!
પણ ,, .. ..
"આ ભીડભાડ ભરી દૂનિયામાં 'કોઇ આપણું ય છે'-
એ તસલ્લી જરુર મળી જાય છે .. !!"


દિવાળી ની સફાઇ માં 
કંઈક ખોવાયેલુ મળી જાય છે...
તો કંઈક ખોવાયેલુ યાદ આવી જાય છે....


તારી યાદોનો પ્રહાર એટલો ​ઘાતક હોય છે કે,​...
​દર વખતે એમાં હ્રદય નામનો​ ​પ્રદેશ લોહીલુહાણ​ ​થઈ જાય છે..​...!!!


હું,
તને ભૂલી જાઉં
એ પછીની વાત છે..!!
એ પહેલાં..
આટલું સરળતાથી
યાદ રાખી લે,,
ભીતરમાં..
બધું ભડકે બળે છે..
અને બળતામાં ઘી..
એટલે 
તારા નામનો સનેપાત..
મગજ ને મરવાનીય 
ફુરસત નથી..
તોય..જો તો ખરો,,
દિલ ફૂંક્યે રાખે છે દેવાળું..!


કોઈ ની જોડે ઓળખાણ સાત મહીનાની હોય કે સાત દિવસ ની ....
પણ જો લાગણી થી બંધાઈ જવાય તો સાત ભવમાં પણ નથી ભુલી શકતા....



No comments:

Post a Comment