જ્યારે પણ તે નજર સમક્ષ આવે છે એક જ સવાલ
મનમાં આવ્યા કરે છે કે આ એ જ છે ને કે જેને
મેં પ્રેમ કર્યો હતો?
કેટલું કઠિન છે, રાહ પર એકલું એકલું ચાલવુ......
તરત જ શિકાર થઈ જવાય છે ઉદાસીઓનો...
શોધવા નીક્ળયા છે ' રાધે ' આજે મને
અને હું સંતાયો છું એમના દિલમાં
.
.
' રાધે રાધે '
હું ખુદ પણ હેરાન છું યાર,
જ્યારે પ્રેમ શબ્દ આવે છે ત્યારે તું જ યાદ આવે છે...
કરવા બેઠો એક વખત હું પ્રેમ ની વ્યાખ્યા,
ને અંતે બસ એટલું જ લખાયું..
સંપૂર્ણ પણે એ મારી
ને
સંપૂર્ણ પણે હું એનો....!!!
લોકો કહે છે કે પથ્થર દિલ રોયા નથી કરતા
તો પર્વત પર થી જ ઝરણા કેમ વહે છે !!
કોઈ વસ્તુંની ખરીદી કરવા જાઈએ ને
થોડી-ઘણી ઓછી-વધુ આવે તો સ્વીકારી લઇયે છીએ....
તો મિત્રો... સંબંધો માં થોડી-ઘણી ખામીઓ કેમ નથી સ્વીકારી શકતા..????
સંબધોના કુરુક્ષેત્રમાં અર્જુન થઈને ઉભો છું,
કાશ,
તમારી લાગણી દેવકીનું આઠમું સંતાન થઈને આવે..!!
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
– મરીઝ
No comments:
Post a Comment