તમારા સપના અને તમારી હકીકત વચ્ચે
રહેલી પાતળી ભેદરેખા એટલે “મિડલ ક્લાસ”
લાગણીઓની એટલી અસર જરૂર
હોવી જોઈએ..
મને છે જેટલી એટલી તને
મારી જરૂર હોવી જોઇએ..
આ પ્રેમ જ આપણને
વધારે પજવે છે
છાનોમાનો કરીએ તો
પણ ગામ ગજવે છે
એ જ સંબંધ કાયમ જળવાય છે
જેની શરૂઆત ‘દિલ’ થી થઇ હોય જરૂરિયાત થી નહિ. ....
*મિત્ર ના ઘર તરફ જતી પગદંડી
પર કોઈ દિવસ ઘાસ ના ઉગવા દેવું*....
માણસે *હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં* મૂક્યું છે.
અને,
*ટેન્શન ને કરન્ટ ખાતામાં. . .*
બસ ખાતું બદલવાની જરુર છે. . .
*જિંદગી જીવી* જાણો નહિતર,
બસના *કંડકટર* જેવું જીવન બની રહેશે.
*મુસાફરી* રોજ કરવાની ને *જવાનું* કયાંય નહીં....
દોસ્તી એટલે?
એક ખભા નું સરનામું,
જ્યાં દુખની ટપાલ...
ટિકિટ વિના પોસ્ટ કરી શકાય.
હથેળી તારા હાથ માં આપી દીધી જ્યારે....
હસ્તરેખાઑ જોવાની જરુર ખરી મારે ???
કરગર્યો કેટલું,
પણ એકના બે ક્યાં થયા ??
તું અને રવિવાર...
શું આવ્યાં ને શું ગયાં...??
No comments:
Post a Comment