*તારી અને મારી વચ્ચે*
*એવી ખામોશી છે*
*તારા અને મારા*
*શિવાય કોઈ ના સમજી શકે*
ના શીખવાડ તું મને પ્રેમની ભાષા હું તો
જન્મથી જ ભારતીય છું...
ઉકળ્યા વગર ના પાણીને વરાળ થવું છે !!
કામ કરે છે કંસ ના અને કૃષ્ણ થવું છે !!!
એક પીછું મોરનું શોધતા શોધતા
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં
*કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે*
*અલગતા આપણી એમ જ "સ્મરણ સ્નેહ ના"જીવતા રાખે.*
*યકીન ના હોય તો પૂછી જોજો એમને,*
*જે હસે છે રોજ, ક્યાંક અંદર થી ઘાયલ હશે.*
આંખ ના પલકારા અાજે પણ સ્તબ્ધ થઈ જાય છે....
જ્યારે અેમનો ભેટો કયાંક સ્મરણોમા
થઈ જાય છે....!!!
મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર..
તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર..
વર્ષો પછી આજે સામે મળી,
મને દંગ રાખ્યો,
સરેઆમ બની અન્જાન,
સંબંધનો રંગ રાખ્યો...
*લગાવીને ગોળ કોણીએ ,*
*દોડાવે છે જિંદગી ,*
*હજી જીભ અડે ,*
*ત્યાં*
*ડાયાબિટીસ બતાવે છે જિંદગી ...*
અંગારા, ઠંડાગાર લાગે હાથની હથેળીમાં,
પૂછો એને બળતરા ભોગવી જેણે હૈયામાં..!!
ન પૂછતા કે કેમ ભીની છે આ પાંપણ,
જૂની યાદની રજકણ આંખોમાં પડી છે.
*એના સાથે ક્યારેક એવી પણ વાત થતી...*
*નાતો એ બોલતી નાતો હું..!!*
વિચારું છું કે બધા *પ્રૌબ્લમ* ને એક વખત *આઈ લવ યૂ* કહી દઉં
કદાચ એ પણ *મને* છોડી ને જતા રહે...
No comments:
Post a Comment