પ્રેમ એટલો પણ ખરાબ નથી, જેટલો મેં એને સાંભળ્યો હતો,
પ્રેમ દુઃખ નથી આપતો, પ્રેમ કરવા વાળા લોકો દુઃખ આપે છે.
મોબાઇલ સાથેના આપણા સંબંધો વપરાશ અને વ્યવહારને વળોટીને વ્યસન સુધી પહોંચી ગયા છે....
સવાર અને સાંજ મા માત્ર એક જ ફર્ક છે,
ઉદય અને અસ્ત નો...
એક આગળ વધતા શીખવે છે અને બીજું ઠરીને જીવતા.
એકેય નો અનાદર ન શોભે....
પ્રયત્નો માં અમારી કોઈ કમી ન હતી
પરંતુ પથ્થરો તોડવા માં અમે લાગણી નો ઉપયોગ કરી નાખ્યો....
......હૂં યાદ આવીશ .......
ખાતરી છે કે તારો સાથ નથી મળવાનો આ જીવનમાં,
પણ તારા હસતા જીવનમાં મારું નામ સાંભળીશ,
ત્યારે હું યાદ આવીશ.
આમ તો હું તારા જીવનમાંથી ચાલ્યો જઈશ સદાને માટે,
પણ તને પામવા કરેલા પ્રયત્નોને યાદ કરીશ, ત્યારે હું યાદ આવીશ.
આમ તો તું સમજે છે મારા પ્રેમને એક રમત,
પણ તું જયારે કોઈના દલડાને પામવા આંશુ પાડીશ, ત્યારે હું યાદ આવીશ.
તને શું ખબર છે કે કેટલો પ્રેમ હું તને કરું છું, પણ તું જયારે કોઈના પ્રેમમાં નિષ્ફળ જઈશ, ત્યારે હું યાદ આવીશ....
No comments:
Post a Comment