Wednesday, 18 October 2017

સુખ વહેંચવા સંગત જોઇએ.., દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ...!!


*આંગળી પકડી આગળ ન કરે ,*
*પણ*
*દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે ,*
*એ જ "પરમ મિત્ર"*


હતી મારી મહોબ્બત તો બહુ જાહેર દુનિયામાં,
પરંતુ આપ આવ્યા ત્યારથી એ ખાનગી થઇ ગઈ.


તું આવને મુખોટા બદલી,વાંધો નહીં, 
આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.


એક અંત જ હમેશા નવી શરુઆત નોતરે છે...
જે હારતો રહે છે બધે થી એ જ નવી રાહ શોધે છે...


શબ્દ થી મન મોકળું થઈ જવા દે, 
નેહ વહેતો થા'શે..
સહજ મૌન વાંચી ને આવજે, 
પ્રીતની પ્રતિતિ થા'શે..


સીગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.....!!!!


દરરોજ એક જેવી સવાર અને એક જેવી સાંજ પડે છે,
લાગે છે આજકાલ કુદરત પણ કોપી પેસ્ટ કરે છે...!!!!


*હરિયાળી સીમ ના સપના છોડી દે ઓ મ્રુગ!*
*દાવાનળ લાગ્યો છે પ્રકૂતિ ને હૈયે*


*અેકાંત ના મળે ખલાસી ..*
*આ દરિયો છે (દર્દનો)ઘુઘવાટા તો મારશે જ!!!*



No comments:

Post a Comment