Tuesday, 24 October 2017

અપમાન તો કરી જ ચુક્યા છો મારુ,
હવે માન લઈ ને શું કરુ ..❓❓
ગુના વગર ની સજા તો ભોગવુ છુ,
નિર્દોષ સાબિત થઇ ને શું કરુ..❔❔


અણધાર્યું એકાંત મળ્યું અને ..,

રુઝાયેલા ઘા તાજા કરી બેઠી.!


યાદોના  જલતા દીવાઓથી  વધ્યું અંધારું....!
હું નર્યા મીણ નો  માણસ છું. ઓગળી જઈશ...🍁


આંખનાં પલકારા આજે પણ સ્તબ્ધ થઇ જાય છે..
જયારે એમનો ભેટો સ્મરણો માં થઈ જાય છે...!!⚘💕


સુશોભિત દીવડાંય ને જરુર રહે છે
એક તણખા ની... ઝળહળ થવા ને..!!

મન મારુંય થનગને નૂતનવર્ષ આવકારવાને
બની જ્યોત, પ્રગટાવવા કોઈ એક દીવડો!!


બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું


ચિત્ર બની રંગાઈ જાઉં તારા હાથે.

રંગ પૂરવાના બહાને તો સ્પશૅ કરી લે મને..!!


સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
 સાજણ, કેમ કરી સંભાળું !


નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
 રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.


ફૂંકાતા પવનની બરાબર સામે જ
 હું મોઢું રાખીને ઊભો રહું છું
કદાચ કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે



No comments:

Post a Comment