Saturday, 7 October 2017

સમય બદલાય છે ઝીંદગી સાથે,
ઝીંદગી બદલાય છે સમય સાથે,
સમય નથી બદલાતો આપણી સાથે,
બસ,આપણા બદલાય છે સમય સાથે


મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી
બંસરી ના નાદે રમું રાસ રે
          રંગીલી રસીલી બંસરી.
ભરરે નિંદ્રા માથી ઝબકી જગાડતી
      વ્યાકુળ બનાવે દિનરાત રે..૧
ભુલાવે ભાનસાન ભુલાવે ઘરકામ
   છોડાવે સાહેલી નો સાથ રે..૨
ગોકુળમાં ગાજતી વૃંદાવન મા વાગતી
  વાગે છે મઘુવન પાસ રે..૩
શરદપૂનમની અંજવાળી રાતડી
    કૃષ્ણ રમાડો હવે રાસ રે


મનુષ્ય નો *સ્વભાવ*છે કે મળેલી *વસ્તુ ની કદર* તે બે વાર જ કરે છે...
*એક મળતા પહેલા* અને *બીજી ગુમાવ્યા બાદ.*   


*વહેવારે લાખો રૂપિયા લેજો પણ મફતનો ૧ રૂપિયો પણ ના લેતા સાહેબ*
*કારણ કે સાડા પાચ ફૂટ ની કાયામાં અઢી ઈચ ના નાકની જ કીમત છે*


મોઢા પર બોલનાર વ્યકિત ની વાત કડવી ચોક્કસ લાગશે પણ તે ક્યારેય તમને દગો નહી આપે કોઇના હ્રદય માં રહેવુ એ દુનિયાનુ સૌથી મોંઘુ દસ્તાવેજ વાલુ ઘર છે..........!!!


ભણતર ની ગમે તેટલી "ડિગ્રીઓ" તમારી પાસે હોય,  
પણ "મા-બાપ" ની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તો તમે "અભણ" છો સાહેબ..........


 માણસને ભલે ગમે એટલી ખુશી ઓ મળી જાય
એ ભલે દુનિયાભરની મોજ-મસ્તી માં ખોવાઈ જાયપણ એકલતામાં એ ફક્ત એ વ્યક્તિને યાદ કરે છે
જેને એ દિલથી પ્રેમ કરે છે... 


 નમું નાથ નારાણ ને,
વાતુ જેના થી વાણ,
એ આદુ ની ઓળખાણ,
જપે જીવ જોગી તણો !


આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,

ભીંજે રસિક કોઈ બાલા રે;

ભીંજે સખી ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મારા હૈયાની માળા;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

~ન્હાનાલાલ



મનગમતા લોકો ની એક ખૂબી હોય છે
તેમને ક્યારેય યાદ કરવા નથી પડતા
એ તો યાદ આવી જ જાય છે.



  



                                  

No comments:

Post a Comment