Wednesday, 18 October 2017

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, 
દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, 
એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે 
એવી શુભેચ્છા........


કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોળી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !!!


સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !!!


હવે તો દિવાળી પણ નજીક આવી,
ખબર નહીં તુ કયારે આવીશ!!!


વૃક્ષમાંથી લાકડું થઈને બારણું બની ગયેલા
તમારા સમયને 
કોઈની નજરુંનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !!!


સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweetનું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !!!


*ના સમય ની ગણતરી*
*ન પળો નો હિસાબ*
*લાગણી આજે પણ*
*તારા થી એટલી જ છે*
*અનહદ.....બેહદ......બેહિસાબ...*


થોડો હક જતાવને "તું??" મારા પર??
મારુ કોઈ નથી યાર?? એક "તારા" વગર
Miss u         


પ્રેમ તો પાગલ જ કરી શકે...
ડાહ્યા તો ડખા કરે...!!   


તને હક છે તારી_દુનિયામાં ખુશ રહેવાનો 
મારુ તો શું!
મારી તો દુનિયા જ તું છે...           

No comments:

Post a Comment