Monday, 9 October 2017

વિશ્વાસ કરવો મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને !!


અજ્ઞાની દરેક વ્યક્તિ હોય છે. 
માત્ર વિષય અલગ અલગ હોય છે.


તું..એટલે મારી આંખમાં આંજેલું એક નામ..
તું..એટલે મારી ગમતી સફરનું પૂર્ણવિરામ..


 *મને તો ફક્ત વિશ્વાસ કરતાં આવડે,* 
*બાકી તો બધું આ દુનિયા જ શીખવાડે...*


*બારાખડી મા આટલા બધા શબ્દો છે.*
*છતા પણ મને (તુ) સૌથી વધુ ગમે છે.*


 મારી રચનાઓ થી પણ અધિક સુંદર છે તું... વર્ણન માટેનું અદ્ભૂત સૌંદર્ય છે તું....!!!


ઉષાના સ્વાગતમાં આથમી ગઇ હશે નિશા પણ રવિને ગમી ગઇ હશે ,
અદાઓ તારી શાયદ એને ગમી ગઇ હશે બસ લજ્જાઓ અધર પર રમી ગઇ હશે .


 જ્યારે જ્યારે મારી લખેલી બે લીટીને 
તું લાઈક કરી જાય છે,
ત્યારે ત્યારે અહીં બગડેલો બધો સમય
વ્યાજ સાથે વસુલ થઇ જાય છે !!


જરુર જ નથી મારે પલળવાની, હુ "તારી" આંખોમાં જોઉ છુ ને, એમાથી અનહદ વરસતા હેતમાં જ પલળી જાવ છુ..!!


તારું એક સ્મિત જોવા માટે
મેં કર્યા લાખો પ્રયત્નો
બાકી અમારાં તો આંસુની
પણ કોને ખબર છે ?



No comments:

Post a Comment