તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહી કરે એવું માની લેવાની ભૂલ કદી ન કરવી,
કારણ કે
વર્તમાન સમયમાં સિધ્ધાંત મુજબ નહી પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવહાર ચાલી રહ્યો છે.
ભીડ મા પણ મારી નજર તને શોધી લે છે...
હવે એમા વાંક મારી નજરનો કે તારા ચહેરા નો ?
લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.
એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.
દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
*આસો માસે ઉત્સવો ની ટોળી,*
*લેજો હૈયાને હરખે હિંચોળી,*
*દિવા લઈને આવી દિવાળી,*
*પૂરજો ચોકે રૂડી રંગોળી...*
પ્રેમ તો એ છે
જ્યારે એ કહે છે
"એક દિવસ જતી રહીશ
તને છોડીને ત્યારે રડીશ તું"
અને એ જવાબ આપે છે
"જવા દઇશ ત્યારે જઈશ ને."
પ્રતીક્ષાની મજા કઈક જુદી છે,
વિચારોમાં, શબ્દોની ભરમાર હોય,
અને રૂબરૂ જો તું હોય,
તો આંખે ફક્ત પલળેલા 'નિ:શબ્દ' હોય છે...
”ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”
આટલું બધુ વ્હાલ તેં કદી હોતું હસે!!
કોઈ પારેવું વાદળ ભરી રોતુ હસે ?
કોઈ વ્યક્તિ તમારી લાગણીની શું કિંમત આંકે છે, અથવા તમને કેટલું અને શું આપે છે.....
એ તેની ઈચ્છા પર આધારિત છે, નહીં કે તમારી અપેક્ષા પર...!
લાગણી સાથે પરણીને આવે છે શબ્દો મારા ;
તમે વાહ ના ચોખા ઉડાડી વધાવાનું ભૂલતા નહીં.
No comments:
Post a Comment