Sunday, 22 October 2017

બધી આદત છોડી શકુ છુ 
        તારી માટે
     તારા સિવાય


સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ 
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે* 


વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા 
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય...
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે*


જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે 
એવા ગાઢ અંધારમાં તમે બેઠા હો
અને તમારા સાવ અંદરના ઓરડે 
આવીને કોઈ દીવડો જલાવી જાય
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે* 


કોઈને જૂઓ... 
અને તમારી અંદર રંગોલી પૂરાઈ જાય.. 
*ત્યારે સમજવું કે આજે દિવાળી છે* 


કદરૂપું ફક્ત નજરમાં જ ખૂંચશે ,
સાહેબ ....
દેખાવડું તો દિલ થી લૂંટશે ..!!!!!


 'જયારે પણ આપણે મળતા...
 બે વસ્તુ મને બહુ ગમતી...
 *તું અને તારી વાતો*


પછી કઈ રીતે આગળ વધે પ્રેમ મારો.... 
એ પોતે *ફટાકડા* જેવી ને મારે 
માચિસનો કારોબાર !!


એ દિવડાઓને પૂછી જો જો.....દર્દ શું છે... 
સાથીને બાળવુ (વાટ અને તેલ)
મજબૂરી છે.....


ન હાથમાં હાથ, ન આંખમાં આંખ મળી... 
કહેવાનું જ છે, કે દુનિયા ઘણી મોટી છે...



No comments:

Post a Comment