Saturday, 14 October 2017

*સાંથની જરૂર બધા ને પડવાની  સાહેબ એકલા તો ભગવાનથી પણ નથી રેવાયું*



તુ તારે તો તરીયે અને તુ મારે તો મરીયે,
છે પ્રેમ-નાવ મજધારે, તુ કહે એમ કરીયે…!!!


ક્યાં સુધી ઇચ્છા લઇ જવી એ પણ કહો તમે,
ક્યાં જઇને એ ભૂલી જવી, એ પણ કહો તમે,
થોડાં આંસુઓને ક્ષિતિજ ઉપર લઇ જઇ,
એક બપોર કેમ ભૂલી જવી એ પણ કહો તમે.....


એક એવું આપણું સગપણ હતું, લાગણી નામે તરસતું રણ હતું.
સાચવીને એટલે રાખી મૂક્યું, જિંદગીનું રેશમી પ્રકરણ હતું.


*ઊંચું સ્થાન હંમેશા અસ્થિર હોય છે, એટલે જ ધ્વજા ફરકે છે...*
*- માનસ નાગર કથામાં મોરારીબાપુ.*


એણે પૂછ્યું જિંદગી એટલે શું?
મેં કહ્યું ફક્ત તું અને તું.
એણે પૂછ્યું જીવન એટલે શું?
મેં કહ્યું તું જીવે અને હું માણું છુ
એણે પૂછ્યું પ્રેમ એટલે શું?
મેં કહ્યું તું કરે અને હું ચાહું છુ
એણે પૂછ્યું લાગણી એટલે શું?
મેં કહ્યું તું અનુભવે અને હું 
     મહેસુસ કરું છુ.
એણે પૂછ્યું વરસાદ એટલે શું?
મેં કહ્યું તું પલળે અને હું ભીંજાઉ છુ
એણે પૂછ્યું દોસ્તી એટલે શું?
મેં કહ્યું તુ બાંધે અને હું નીભાઉ છુ.
એણે પૂછ્યું સંબંધ એટલે  શું?
મેં કહ્યું તું બંધાય અને હું આઝાદ છુ
એણે પૂછ્યું ઝાકળ એટલે શું?
મેં કહ્યું જાણે તું અને હું.


*કોઈ  એ  મને  પૂછયું:*
*"તમે  કેવા  છો"*
*મેં  સ્મિત  રેલાવી  ને  કહ્યું:*
*"જેના  જેવા  વિચાર,*
*હું  એવો  છુ."!!!*


પ્લમબર ગમે તેટલો એક્ષપર્ટ હોય,
પણ એ આંખો થી ટપકતુ પાણી ક્યારેય બંધ ના કરી શકે,
એ માટે તો *દોસ્ત* જ જોઇએ.


પ્રેમ એટલે...
દિવસભર
તારી સાથે
કરેલી નાદાની
ભરેલી વાતોને
રાતભર
સમણાના
સથવારે
સવાર સુધી
વાગોળવી...


રોજ સાંજે દુનિયા સાથે મગજમારી કરી ને ઉકળેલું મારું દિલ,
બસ એક તારાજ સાંનિધ્યને અને તારા હુંફાળા સ્પર્શને ઝંખે છે




No comments:

Post a Comment