```માળા ની તારીફ તો બધા કરે છે,
કેમ કે મોતી દેખાય છે.
હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે....```
*સબંધ નુ કઇક આવુ જ છે....,*
હર પળ જીંદગીના રંગ બદલાય છે,
સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
પળ પળ માનવીના મન બદલાય છે,
બસ નથી બદલાતા એ સંબંધો,
જે સાચા દિલથી બંધાય છે.
*સફળ માણસ એે જ છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે*
*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય...
પંખીઓને જોઈ
આવ્યા ઘણા વિચાર
નથી બેંકમાં ધન, અનાજ
કે નથી ઘરબાર
શું ખાવા મળશે ને ક્યાં,
નથી કોઈ ખબર
તાપને ઠંડી સહન કરે છે,
બારેમાસ બેસુમાર
છતાંય સવારે ઉઠી,
આનંદથી કરે છે કલબલાટ
પ્રભુ પર શ્રધ્ધા રાખી,
જીવે છે દિવસ અને રાત
અને દેખો વિશ્વમાં
શક્તિશાળી આ માનવજાત
બધું હોવા છતાય,
કરે છે રોજ પ્રભુને ફરિયાદ
ખોપરીયુ થી ખલક ભર્યું ને મર્મીઓ થી મલક ભર્યો,
અલગ અલગ છે હલક બધા ની,
પણ અંતર મા તો અલખ ભર્યું !
*એની યાદો ની રંગોળી વિખરાઈ નથી હજુ,*
*અને જોત જોતા મા પાછી દિવાળી આવી ગઈ .....*
એક મદિંર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ.....
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,
હું માફ કરતાં થાકયો નથી.
*❝ ભૂલ એના થી જ થાય છે,*
*જે સારા કામ કરે છે, બાકી,*
*કામ નહીં કરવા વાળા તો,*
*ભૂલો જ શોધતા હોય છે ❞*
No comments:
Post a Comment