"સૌદર્ય"નું આયુષ્ય તરુણાવસ્થા સુધી
અને
"ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે...!!!
અધૂરા રહી જવાય છે,
પૂર્ણ થવાની ઉતાવળ માં...!!!
અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.
એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે...!!!
ટળવળે છે હૈયું ને ટળવળે છે મન,
ટેરવાં ની વેદનાને તો લાગ્યું ગ્રહણ.
*નૂતન વર્ષનો પગરવ સંભળાય છે....*
*વર્ષ જોતા જોતામાં પૂરું થઈ ગયું....*
*જીવનની ભાગ દોડમાં સમય પસાર થયો ખબર પણ ન પડી.*
*બસ આજ જીવન છે સતત ભાગતા રહેવું પણ પાછું વળીને જોવાનો સમય કોઈને નથી.*
*આ દીપાવલીનું પર્વ જીવનનો વિસામો છે.*
હર એક શબ્દ માં સ્નેહ નો રંગ ભરું છું.
સંબંધ ને રંગોળી જેમ સજાવું છું.
ઝળહળે હજારો દીપ ખુશી ઓ ના
નવવર્ષ ની એવી હું આપને શુભકામના પાઠવું છું.
*નુતનવર્ષાઅભિનંદન*
આજ મુબારક…
કાલ મુબારક…
સૌને મારા વ્હાલ મુબારક…
સૌને મારા સાલ મુબારક…
અને નવા વર્ષની શરુઆત જરા હસીને કરીયે . તમને મારા
અને મારા પરીવાર તરફ થી નવાવર્ષની શુભકામના
સૌ મિત્રો ને નવા વરસ ની શુભેચ્છાઓ ...
જો ને કેવું સરસ છે!
આ તો નવું વરસ છે.
સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે!
આ તો નવું વરસ છે.
જુઠું નકારી સાચું સ્વીકારીએ,
જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે!
આ તો નવું વરસ છે.
ભૂલી જઈને 'અંતર' , રહીએ 'અંતર' માં
ચાલને 'પ્રયાસ', આવો એક નિખાલસ પ્રવાસ કરીએ
ફરી ફરી ને ત્યાં જ મળીશું, ખુદથી ભાગીને કયાં જઈશું ?
આ દુનિયા કયાં ચોરસ છે !!
આ તો નવું વરસ છે!
નૂતન વર્ષાભિનંદન
સાલ મુબારક
No comments:
Post a Comment