તક તો સાવ
મફત માં મળે છે
જો ચૂકી જાઓ
તો જ
મોંઘી પડે છે..
માણસને ખોટું ત્યારે જ બોલવું
પડે છે જ્યારે લોકો સાચું
સમજવા તૈયાર નથી હોતા ...!
બરબાદી ના પ્રમાણપત્રો નથી હોતા,
કારણ આંસુઓ ને અક્ષર નથી હોતા .
હૈયે પ્રીત, ગળે ગીત, અને મુખે સ્મિત_
આ છે જીવન જીવવાની સાચી રીત_...!!
પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંને એકબીજા માટે પરમાત્મા !!
વાટ મારી પણ જુએ છે કોઈ,
એવું માનવા
મારા ઘરના બારણે મેં ચીતરી લીધા નયન.
કોઈએ પૂછ્યું કે જાતે લખો છો ?
જવાબ હતો પણ આપી ના શકી
કે કોઈ છે મારી અંદર જે લખાવે છે....
મેં અમસ્તું કહ્યું એને
જીવનમાં એકે'ય રંગ નથી ..
એણે પાંપણ ઊંચકી સહેજ ..
આંખોમાં એની આખું મેઘધનુષ દેખાયું મને ...!!!
મન મારુ BSNL ના નેટવર્ક જેવું થઈ ગયું છે,
.
.
.
કાઈ લાગતું જ નથી..
ખબર નથી પડતી આ ઉજાગરાનું કારણ
No comments:
Post a Comment