Monday, 23 October 2017

જીતી ને ઝુકીએ..
અને.. 
હસી ને હારીયે..!!
સંબંધો ને સોના ના વરખ થી નહિ.... પણ, 
નવા વર્ષને હૈયા ના હરખ થી શણગારીએ...
।। નવા વર્ષની શુભકામના ।।
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


નૂતન વર્ષાભિનંદન...
જુના વર્ષના ઈગો, ખટરાગ જુના વર્ષમાં મૂકી, 
ફક્ત જુના સંબંધો નવા વર્ષમાં લઇ જાવ. 
નવા વર્ષમાં સંબંધો નવા બનાવો, 
પણ ખટરાગ અને ઈગો નવા ના બનાવો 
એવી ભગવાન ને પ્રાર્થના.
આપનું અને આપના પરિવારનું નવું વર્ષ શુભ રહે એવી શુભેચ્છા...


નીંદરમાં આવેલી  કવિતાની પંક્તિ જેમ 
ખીલતાં સવાર , સરી જાય 
એવું વીતેલા વરસનું થાય
તો જ Happy New Year ઉજવાય

મનમાં ઘૂંટાય અને જાય નહીં મનમાંથી 
એવું જે પંક્તિનું લાગે 
ઉઘડે જ્યાં આંખ ત્યાં તો મનના આંગણિયેથી 
સરી જઇ દૂર દૂર ભાગે 
લાખ મથો તો ય એ ન હાથમાં આવે 
ને સાવ નવલી કોઇ પંક્તિ ડોકાય 
તો જ Happy New Year ઉજવાય 

સરી જાય એની ના પાછળ દોડાય 
એ તો ગઇ પછી પાછી ન આવે. 
પણ આપણી જ જાણ બ્હાર આપણી જ કવિતામાં એની એ હાજરી પૂરાવે  
જાય તે ક્યાં જાય છે ને આવે છે તે કોણ છે 
એટલું જો જલદી સમજાય 
તો જ Happy New Year ઉજવાય . 

ગયું તેને ગૂડબાય  ને આવે તેને વેલકમ 
બારસાખે તોરણ બદલાય 
ગમતાં અણગમતાંની શક્યતાઓ સાથે લઇ 
તારીખિયું ભીંતે લટકાય . 
ગમતું ને અણગમતું આપણે જ ફાડવાનું એક એક પાનું જીવાય 
તો જ Happy New Year ઉજવાય .

ગમતું ચાલે ને અણગમતું  ઊડે 
એવી સગવડ ના તારીખના દેશમાં 
બંનેની ગતિ એક સરખી છે , સમજો તો
ફેર છે તો મનના પરિવેષમાં 
બાંધવાને બદલે સંગ વહેવાનું શીખીએ તો 
જીવવું આ ઉત્સવ થઇ જાય 
તો જ Happy New Year ઉજવાય.
                              - તુષાર શુક્લ



વીતેલી પળોની સમજણ અને આવનારી પળો ના સપનાઓ ની 
વચ્ચે વર્તમાન સદા જળહળતું રહે તેવી નવા-વર્ષ ની શુભેચ્છાઓ.....
Happy New Year


કવિઓની નજરે*:-
*શુભેચ્છા તમને નવા વરસની*
કંઇક યાદો લઈ અને વીત્યું વરસ
જોત જોતામાં નવું આવ્યું વરસ
હાસ્ય આપ્યું, તો ભીંજાઈ આંખ પણ,
ને ફરીથી સ્વપ્ન કંઈ લાવ્યું વરસ.
- *નયન દેસાઇ*


શુભેચ્છા તમને નવા વરસની
દરેક પળની હરેક દિવસની
આ લાગણી છે અરસપરસની
શુભેચ્છા તમને નવા વરસની.
- *રઇશ મણિયાર*


ટેસથી જીવી લે ને મોજથી ફરી લે
વર્ષ એક આખું આ શ્વાસમાં ભરી લે
ભૂલી જા બધુ બસ રાખ આટલી ખબર
જીવવામાં કોઈ બાકી રહે ના કસર
હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર
હું તને કરુ છું, તું મને વિશ કર
હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર.
- *મુકુલ ચોકસી


 નવી ખુશી હો નવી હો આશા
નવાં હો સપનાં નવા વરસમાં
રહે ના મનમાં જરા કટુતા
હો ગાઢ મૈત્રી અરસપરસમાં.
- *ડૉ. વિવેક ટેલર*


છુટ આપું જાવ તાળાં જેમ ખુલી જાઓ
લાગણી ભીના હૃદયથી કંઇ કબૂલી જાઓ
હા, પ્રસંગોપાત હળવાફુલ થાઓ ફરી આ જ અવસર છે,
નવા વર્ષની સાથે ઝુલી જાઓ.
- *હર્ષવી પટેલ*


‘‘આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે. 
- *કિરણસિંહ ચૌહાણ*



No comments:

Post a Comment