મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.
ઘણીં સમજૂ છે મારી વ્યથાઓ
હ્રદયની ઓરડીમાં બધી સંપીને રહે છે
રાત રાની ને દિવસે મહેકવું હતું,
ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું,
અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું,
મારે તો ફક્ત તમારા માં જ રેહવું હતું…
ફાયદો ક્યાં કોઈને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે,
દિલ ગુમાવી બેઠા એ નુકશાન મા,
ને નફા મા દર્દ લેતા જાય છે…………
શ્વાસ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી
કહ્યા વગર જ બંધ પડી જાય છે,
શું થયું જો આપણે પ્રેમ કર્યો અને મળી ના શક્યા..
મળ્યા તો રાધા અને કૃષ્ણ પણ નહોતા,
છતાં પણ આજે પ્રેમનું ઉદાહરણ
તો એમનું જ અપાય છે...
મોબાઈલ માં ઇમેજ ડીલીટ કરો ત્યારે મોબાઈલ પણ પૂછે છે કે'Are You Sure?'
શું સમ્બન્ધો માં આવું ન પૂછી શકાય ?
સવાલો જીંદગીના એટલા તો અધરા ન હતા...
મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા..
નાં જાણે ક્યાં ક્યાં વિટામિન છે તારા મા એય દોસ્ત....
એક દીવસ યાદ ન કરુ તો આખો દીવસ કમજોરી જેવૂ લાગે છે...
હવા ચોરી ને લઇ ગઈ મારી ગઝલો ની ચોપડી.
આકાશ વાંચી ને રડી પડ્યુ
ને થઈ ગયા બધા આશ્ચર્યચકિત
કે કમોસમી વરસાદ થયો ક્યાથી...
No comments:
Post a Comment