વાગી ઠોકર મને જે પથ્થરથી,
ચાહું તેને જ હું તો ભીતરથી.
રાહ....
એક એમના આવવાની...
રાહ....
એક નજર જોવાની...
રાહ....
ઓળઘોળ થાવાની...
રાહ....
એમના થઈ જાવાની...
બસ ખાલી...
રાહ....જોવ હુ તેની......
રાહ.....!!!!!!!!!
પ્રેમની વેદના કોઈ લખી શું જાણે?
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે?
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત
સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે????
ગઝલ
પરમને પોકારૂ મન આજે ઉદાસ છે
હૈયે નિરંતર તને મળવાની આશ છે
ખિલેલું ઉપવન પણ મને વેરાન લાગતું
ચમનમાં કોઈના પગરવ નો આભાસ છે
શરણ તારૂં સ્વીકારી આરાધના કર્યા કરૂ
તારી અનુભૂતિના સ્પર્શનો એહસાસ છે
મોરલીનો નાદ તારો સહુને મોહિત કરે
શરદપુનમે રાસ રમાડ્યા નો ઇતિહાસ છે
પ્રાર્થનાઓ થકી તારૂ સરનામું મળ્યું મને
સદૈવ મારા હૈયામાં તારો આવાસ છે
દિલીપ શાહ
"હે કૃષ્ણ,
તમે જ કહો,
અમારે કરવું કેમ?
રોજ રચાતા કુરુક્ષેત્ર માં,
રોજ અમારે લડવું કેમ?
આ અવઢવમાંથી ઉગારો શ્યામ,
વચન તમારું નિભાવો શ્યામ,
કાં વાંસળીનો જીવનસૂર આપો,
કાં સુદર્શન શિખવાડો શ્યામ...."
આનંદ
પ્રેમની પ્રભાત
સ્નેહ ની સવાર
મોહબ્બત ની મૌસમ
પ્રીત ની પ્રકાર ....?
અને મિત્રતાની મુસ્કાન ::::
તમને રોજ મળે આવી !?
સોનેરી સવાર
*નિષ્ફળતા મેળવ્યા બાદ*
*હિંમત રાખવી સહેલી છે.*
પરંતુ*
*સફળતા મેળવ્યા પછી*
*નમ્રતા રાખવી બહુજ*
*મુશ્કેલ હોય છે.
તમારી 'કિંમત' એટલી રાખો, જેટલી 'ચૂકવી' શકાય !
જો 'અનમોલ' થઈ ગયા તો, 'એકલા' પડી જશો..!
ખેલ 'તાશનો' હોય કે 'જીવન'નો, તમારો 'એક્કો' ત્યારે જ બતાવજો
જ્યારે સામેવાળો 'બાદશાહ' નીકળેે..
" *રવિવાર* *એટલે* *શું* *?*
,,,
*વ્યવસાયમાં વિખરાયેલી જિંદગીને,*
*પરિવાર સાથે બેસીને,*
*થોડું થિંગડું મારવાનો દિવસ.*
,,,
*જીવનમાં રવિવારના બે તબક્કા*
*બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર.....!*
*અને*
*અત્યારનો રવિવાર એટલે થાક ઊતારવાનો* *રવિવાર.....!*
,,,
*રવિવાર એટલે આ એક્ષપ્રેસ જીંદગીની રેલગાડીની સફરમાં આવતુ એક નાનુ સ્ટેશન...*
.....
*ક્યારે* *આવી ને જતુ રહ્યે* *છે ખબર* *જ નથી રહેતી* *...!!!*
No comments:
Post a Comment