કોઈની ચાહતના રંગોથી હૃદયમાં અવનવી રંગોળી રચાય...
આખું ય અસ્તિત્વ રોશનીની માફક ઝળહળે...
દિવાળી એને કહેવાય...
ગોતવા છતા નથી મળતી,એવી દિવાળી
દિવો કરી ગોતો એ દિવાળી
કદાચ અંતરમન ના અંતરપટે ઝળહળતી મળી જાય,
એ દિવાળી.......
વાહ રે તારી ઝડપને વ્યસ્તતા !
માણવા નો પત્ર તું વાંચી ગયો !
~‘કિરણસિંહ ચૌહાણ’
આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં,
સ્મિત જો એમાં ભળી જાય,પ્રણય થઈ જાએ
તમે દીપ ધરો , અમે રંગ પૂરીએ..
ચાલો ને...
સમજદારી સાથે દિવાળી કરીએ...
થુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે..
શ્યામ, વૃંદાવન રોજની અમાસ..
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ..
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ..
મીઠા તારા પ્રેમ ના પત્રો સમય જતાં..,
ન્હોતી ખબર કે પ્રેમ નું વાંચન બની જશે.......
મને તો પ્રેમ નો બસ આટલો
ઇતિહાસ લાગે છે,
પ્રથમ એ સત્ય લાગે છે, પછી
આભાસ લાગે છે.”
No comments:
Post a Comment