કાશ પ્રેમમાં પણ ચુંટણી આવે,
ગજબનું ભાષણ કરું તને પામવા માટે...
તારો કિંમતી અને પવિત્ર પ્રેમ મને આપો...
નિશાન છે -
ઈશ્વરનું આજે સરનામું મળી ગયું;
હસતું બાળક એક સામું મળી ગયું.
નાં જાણે ક્યાં ક્યાં વિટામિન છે તારા મા એય દોસ્ત....
એક દીવસ યાદ ન કરુ તો આખો દીવસ કમજોરી જેવૂ લાગે છે...
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે
કે જીંદગી મળી છે તો બઘડાટી બોલાવો ને.,
શું લબાડ ની જેમ જીવો છો..!
ખુદ સાથે કરો! કાં તો
ખુદા સાથે કરો!
નસીબની અધૂરી રેખાઓ
પૂરી કરવા
હવે યુદ્ધ તો કરવું જ રહ્યું !!!
તું ખાલી મારો હાથ તો પકડ,
સમય એની મેળે સારો થઈ જશે !!
રાધાની ઓઢણીએ સોનેરી તારો
ને મીરાના હાથમા એકતારો,
તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો.
એક પરબમાં અઢળક પાણી,
આંખો એનું નામ.....
રોજ પીરસતી કંઇક વ્યથાઓ,
દાતાઓ છે બેનામ....
હું મજામાં છું..એ મારો વ્હેમ છે ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી, શું મને ભૂલી જવાની નેમ છે?
તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો ,
ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો .
અંકિત ત્રિવેદી
No comments:
Post a Comment