લાભ નુ સ્થાન જીવન માં જ્યારથી લોભે લઈ લીધુ
ત્યારથી શુભ નુ સ્થાન અશુભ ના હાથમા ચાલ્યુ ગયુ....
ગાંઠ પડવી અને ગાંઠ વાળવી
બંનેના પરિણામ, અણસમજૂને હાથે
એક જ આવે છે.....
જેની માટે મેસેજ કરી કરીને હાથ દુખાડો છો,
છેલ્લે એ જ લોકો આપણું દિલ દુખાડે છે !!
જુગાર ભલે કોઈ પણ પ્રકારનો રમજો
પણ...સાહેબ
જીવન મા કોઈ ની લાગણી ઓ દાવ_પર_ના મૂકતા....!!
કોણે કહ્યુ કે મને પ્રેમ નથી,
બસ તને સમજાય એમ નથી...!!!
*રાત દિવસનો રસ્તો વ્હાલમ.... નહીંતર ખૂટશે કેમ,*
*તમે પ્રેમની વાતો કરજો...*
*અમે કરીશું પ્રેમ..*
*કાલે અરીસો હતો તો, બધા*
*જોઈ જોઈ ને જતા હતા,*
*આજે તૂટી ગયો,*
*તો બધા બચી બચી ને જાય છે.*
*સમય સમય ની વાત છે !*
*લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.*....
સંબંધ એટલે શું ?
જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય,
આસું છુપાવ્યા વગર રડી શકાય,
સંકોચ રાખ્યા વગરમદદ માંગી શકાય,
એ જ સાચો સંબંધ.
ભૂખ તો સંબંધોને પણ લાગે છે
ક્યારેક
પ્રેમ પીરસીને તો જો જો...
*ખ્યાલ આવી જશે કે સંબંધ કેટલો ભૂખ્યો છે..!
*_રંગોળી માં પૂરજો રંગ સરસ...._*
*_કે રંગીન થઈ જાશે ધનતેરસ...._*
*_રહેજો હંમેશા લાગણી ને વસ..._*
*_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._*
*_સળગાવી નાખજો નફરત ની પાળી..._*
*_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._*
*_રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._*
*_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._*
*_સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._*
*_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._*
*_દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._*
*_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._*
*_હરખ થી થઈ જવા લોથપોથ..._*
*_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._*
*_"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._*
*_વીતાવજો એકમેકથી લાભ પાંચમ..._*
No comments:
Post a Comment