Wednesday, 11 October 2017

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી , ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....


*જે આપડું નથી એને ગુમાવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને સાહેબ ત્યારે.....*
*સમજી લેવુ કે એ સંબંધ તમારા સ્વાર્થ નો નહીં પણ અતૂટ સ્નેહ નો છે.*


*સુંદર હોવું જરૂરી નથી.*
*કોઈ માટે "જરૂરી" હોવું સુંદર  છે..*


*હવે સંબંધો પણ* 
*નોકરી જેવા થઈ ગયા છે,*  
*સારી ઓફર મળતા જ* 
*બદલાય જાય છે.....


હોય જેને જળ ભરેલા વાદળોની ઝંખના 
ધોમધખતા  તાપમાં એણે સળગવું જોઈએ.


*આજે પણ મને*
*ગોપીયો કહે છે*
*તારા નામ નો ત્રાસ છે કાનુડા *


દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી. કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.


મંગળ  ઉદાસી નું 
અવતરણ છે, 
રૂપ નું ઉચ્ચારણ નથી,
અાચરણ  છે , 
સાંજ  તો  સમય ની અાત્મકથા નું , 
વણઉકેલાયેલું  પ્રકરણ  છે....!


પ્રતિબિંબ ને ય નમણો ચહેરો ગમી ગયો...
ઘૂંઘટ જરા ખસ્યો ને અરીસો નમી ગયો...


સમજુ માણસ ઘણું બધું જાણતો હોય છે.
છતાં પણ અજાણ ની જેમ વર્તન કરતો હોય છે
ના બોલવું-એ તેની કમજોરી નથી હોતી,
પણ મૌન રહેવું એજ તેની તાકાત હોય છે


એક હાથ માં માખણ રાખો અને એક હાથ માં ચૂનો રાખો,
જ્યાં જેની જરૂર પડે એને લગાડતા જાવ.
જિંદગી માં ક્યારેય દુઃખી નહિ થાવ...


ભાંગ્યા મન ની આદત એવી, કે ભૂલનારા ને ભૂલે નહીં,
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં...


*ન  પૂછતા  કે  કેમ  ભીની  છે  આ પાંપણ* 

*જૂની  યાદની  રજકણ  આંખોમાં  પડી છે*.




No comments:

Post a Comment