Saturday, 7 October 2017

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
હુ રાહ જોતો રહ્યો અને આંખોમાં માઝમ રાત આવી ગઇ


હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ
પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.


ભાર ઝાકળનો કળીની પાંપણે
પથ્થરોને પણ પલળવાનું કહો.
ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની
આ પવનને પાછા વળવાનું કહો.


લીલાછમ પાંદડાએ મલકતા મલકતા
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.


શબ્દોના દરવાજા પર...
ધાયલ છે આ જુબાન...
કોઈ એકલતાથી તો કોઈ...
મહેફિલથી પરેશાન છે...


જીવન માં સદા એક અફસોસ રહેવાનો ,
દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો ,
જિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો ,
તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..?


જિંદગી કેટલી છે કોને ખબર …..!
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર ….!
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..!


*સંબંધો નુ ક્ષેત્રફળ પણ ખરું છે, આપણે લંબાઈ,પહોળાઈ માપીએ છીએ......*
*ઊંડાઈ તો જોતા જ નથી.*


સુંવાળા શ્વેત છળ માંથી અમે નીકળી નથી શકતા,
બિડાયેલા કમળ માંથી અમે નીકળી નથી શકતા,
નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ,
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા...!!


બસ નસીબ થી હારી ગયા સાહેબ,
બાકી મોહબ્બત તો બંને ની સાચી જ હતી.



No comments:

Post a Comment