Friday, 6 October 2017

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ જશે,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ જશે.
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.


 "વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,   
પણ દિલની યાદોએ તો પાં૫ણોને વહેતી કરી દીધી.....!!"


વાંચવા વાળાની કમી છે સાહેબ,
બાકી તો ખરતા આંસુ પણ એક કિતાબ છે !!


ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.
જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો
જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે,
ભાવ રાખો, અભાવ છોડી દો.
જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો.
છે શરત એકમાત્ર મંઝિલની
બસ, સમયસર પડાવ છોડી દો.


*ફક્ત અનુભૂતિ જુદી જુદી છેં,                                                     
બાકી પ્રેમ અને નફરત તોઃ એકજ હૃદય માં થી નીકળે છેં....!* 


*દોસ્તી એટલે?*
એક ખભા નું સરનામું,
જ્યાં દુખની ટપાલ...
ટિકિટ વિના પોસ્ટ કરી શકાય.


સંબધો ત્યારે નબળા પડે જ્યારે 
એક  મેક  ને 'પામવા' નીકળેલા બે જણ
એકબીજાને "માપવા" લાગે


ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની                             
આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા.. 
હાથ  ભલે  ખાલી  રાખજે  ભગવાન,
પણ  મારુ  દિલ  મારા  સ્નેહીજનો  માટે  છલોછલ  ભરેલુ  રાખજે,
મારી  નજીક  કોઇ  ના  આવેતો કાઈ  નહી,
પણ  મારા  નજદીક  આવેલુ  કોઇ  મારાથી  દૂર  ન  જાય  એવો  સબંધ    કાયમ  રાખજે....!!!


 એક વૃધ્ધ દાદાએ બહુ સરસ વાત કરી 
"તમે *ભેગુ* કરવા *જીવો* છો..
ને અમે
*ભેગુ  રહેવા જીવતા* હતા.!!"  ( સમજાય એને સલામ )


 આંખોથી તમે કરો છો...
        તે સંવાદ મને ગમે છે,...
ભીંજવે હૈયાને સ્નેહ નો ...
        વરસાદ મને ગમે છે....,





         

No comments:

Post a Comment