ગગન ના ગળે
બાઝેલો રાજીપા નો
ડૂમો છે !
ચાંદની તો ચંદ્રે
કરેલ તડકા નો
તરજૂમો છે ..!
- ખ્વાબ.
*ભગવાને નશીબ કોઈનું ખરાબ લખ્યું જ નથી હોતું,*
*એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માગતો હોય છે*
*સુંદર હોવું જરૂરી નથી.*
*કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે.*
અર્થ નથી સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક થયો છું હું એમનો !!
પ્રેમ તો હજી પણ છે,
બસ ખાલી કહેવાનું છોડી દીધું.
ઓછુ ભણે તે કામ છોડે......
વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે....
અને
જેને સત્પુરૂષ સમજાય તે સંસાર છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને સદા
હસાવજો...
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
ઠૂકરાવજો ..
પણ....સબંધ રાખે જે દિલ થી
તેને જીવન ભર
નીભાવજો.....
No comments:
Post a Comment