Friday, 6 October 2017

તને ચાહવું એટલે ? 
વિના સ્પર્શ.....!!  
અનુભવાતો તારો સ્પર્શ...
નથી તું સાથે...!!  
છતા થતો તારો આભાસ...
પ્રત્યેક ક્ષણ.... !!  
તારામાં ઓગળતો મારો શ્વાસ...


*સફળ માણસ એે જ છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે..........


મેહુલો ગાજે, ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે, પાયે ઘૂઘરડી.
હે………તાલ પખાજ, વગાડે રે ગોપી,
વહાલો વગાડે, વેણુ વાંસલડી રે (૨)
હે………પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી
હે……….દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે, કોયલડી રે (૨)
હે……….ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
હે……….ધન્ય નરસૈયાની જીભલડીને,


જે દિવસે મારી સાથે *અંધારું* હતું ,
એજ દિવસે મને ખબર પડી ગઈ કે  કોણ *''મારું''* હતું


પ્યારભયાઁ બે શબ્દો
લખી દીલ 
તો બહેલાવુ છુ..
"હસતા મુજ દિલને
પૂછો
ભીતર કેટલુ દદઁ
છુપાવુ છુ...


સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું
હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું


 *તારી યાદોને હવે રોકી શકતો નથી,
*તને જોયા વગર હવે રહી શકતો નથી,
*કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.
*તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી
*ને તને પામ્યા વગર મરી પણ શકતો નથી.


 *તું આવીશ ને રાસ રમવા_*
*_આજે શરદ પુનમ છે ,_*
*_આભમાં હશે ચંદ્રમાં ને_*
*_ચોકમાં આપણા પ્રીતની ચાંદની ,_*
*_હું રાધા બની ને આવું ને_*
_*તું કૃષ્ણ બની ને આવજે*_‪


તૂટેલાં  સંબંધોને  પણ  એવા  સૂકા  ફૂલની  જેમ  સાચવજો  કે....
જ્યારે  પણ  તેની  પર  સ્મરણોનું  પાણી  છાંટીએ  ત્યારે  મહેંકી  ઉઠે...


શરદ પૂનમ ની  ચાંદની , 
  ચમત્કારિક  
સગીરા  છે , 
 જેને  દર  વર્ષે  અાજે
  પંદરમું  જ
  બેસે  છે!! 
 -  ખ્વાબ.



No comments:

Post a Comment