Thursday, 5 October 2017

લાગે છે પૂનમ પણ ઘોર અમાસે,
વસ્યા છે જ્યારથી એ શ્વાસે શ્વાસે


લાવ હથેળી એક રચના તારા નામે લખી આપુ 
દુનિયા જે કહે એ..
હુ આજ આ પૂનમ તારા નામે લખી આપુ.


તારા વીના પૂનમ ની રાત પણ  અમાસ થઈ જાય છે,,,,
મુરઝાય છે "આ દિલ" ને ગ્રહણ નો અહેસાસ થઈ જાય છે....


કાશ...
હું હોત કોઈ આથમતી રળિયામણી સાંજ
ને તું હોત મારી રાહ જોતો પૂનમ નો ચાંદ.....!!


મળે પ્રેમ તને 
તો ફરી કરી લેજે,
વિકલ્પ બીજો જીવન માં નસીબદાર ને જ મળે છે.


"તમે ઇનબૉક્સ ના મેસેજ ની જેમ અકબંધ રહી ગયા
અમે સ્ટેટસ બની ને ચર્ચાઇ ગયા "..


હૃદય ને ચોરી લેવું એ મારો નિયમ છે..
હવે જોઈએ તારી “ના” માં કેટલો દમ છે


બહુ સીમિત છે એક વ્યક્તિ મારા શબ્દોમાં...
પણ બહુ વિસ્તૃત છે એ એના અર્થોમાં...


 બે ચાર ક્ષણ તું જ્યારે આંખોમાં મુજ રહે છે,
 મારી કલમથી જાણે સાક્ષાત તુ જ વહે છે..


સમક્ષ તારૂં હોવું ને તારો આભાસ થવો , 
ફકઁ પ્રત્યક્ષ ને પરોક્ષનો તો'ય એક જેવો .



No comments:

Post a Comment