Thursday, 5 October 2017

મોરપીંછ ને જોઈ આસપાસ મોર જ હશે એવું શા માટે ધારી લેવું ?!!!!
શક્ય છે કૃષ્ણ પણ હોય..


 *ટૂંકી વાર્તા*
એણે ફક્ત એક નાની ભૂલ કરી,
એ યાદ રાખીને
આપણે બહુ મોટી ભૂલ કરી..


 મોઢા પર  બોલનાર  વ્યક્તિ  ની 
વાત કડવી જરૂર લાગશે પણ તે 
ક્યારેય તમને દગો નહીં આપે...
 *કોઈ ના હૃદય માં રેહવું*
*એ દુનિયા નું સૌથી મોંઘુ*
*દસ્તાવેજ વાળું ઘર છે...*


ચોપાટ માંડી છે તારણહાર તે
થાકીશ જરૂર પણ હારીશ નહીં
ફેંકવા હોય એમ ફેંકજે પાસા
દાવ મારો પણ બાકી જ છે
હારવા રમ્યો નથી જીત પાકી છે
આજ ભલે અવળા પડે પાસા મારા
કાલ હજી તો બાકી જ છે...


*ગુણથી ભરેલાં ગુણીજન દેખી હૈયું મારૂં નૃત્ય કરે*
*એ સંતોના ચરણકમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે*
*દીન ક્રુર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે*
*કરૂણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે...*


"વદ અને સુદ,
એતો આંખો નો આભાસ છે,
તમારા જેવા દિલદાર દોસ્ત હોય, સાથે,
તો કાયમ પુનમ જેવો જ ઉજાસ છે"..


જીંદગીમાં દરેક *વ્યક્તિને* મહત્વ આપવું,
કારણકે જે *સારા* હશે તે *સાથ* આપશે
અને જે *ખરાબ* હશે તે *બોધપાઠ* આપશે.


 *તારા હૃદયમા અમને ઉમર કેદ મળે,*
*ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે..*


 ચહેરા પર પૂનમ, ને આંખોમાં અમાસ છે,
ત્યાં સુદ અને વદ બેઉનો અદ્ભૂત સમાસ છે...


જોઇ ખિલેલી પૂનમ ચહેરો તારો દેખાઇ આવે છે,
અને એ રેલાયેલી ચાંદની યાદો તારી લાવે છે...





No comments:

Post a Comment