Thursday, 5 October 2017

 *માણસ*
*કોઈ ને ખોટું ના લાગે*
*એના માટે*
*કેટલું બધું ખોટું બોલે છે.*


પ્રેમ માં સફળ થનારા નાં,
ક્યાં કિસ્સા વખણાય છે...?
અહિં વિરહની વેદનાથી,
પ્રેમ  મપાય  છે ......


તારો અને મારો
એવો તો શું સબંધ હતો ?
કે છે તો તું આમ મારાથી દૂર
પણ દૂર હોવા છતાંય અકબંધ છે 


*પ્રેમના આંગણમાં એક પંખીડું કલરવ કરે છે,*
*ઉંબર પર હળવેથી પગ પસારીને પગરવ કરે છે!*


તમે ભીનો સ્પર્શ અમને આપી તો જુઓ,
અમે તમને પરત કરશું વરસતું ચોમાસું !


 ચાલ જીંદગી, 
થોડુ બેસીએ, 
મારાં કરતા, 
તુ વધારે થાકી ગઇ છે...


વણઝાર સ્પંદનોની સતત દોડતી રહી,
જયાં ટેરવેથી સ્પર્શના ટપકા પડી ગયાં


*સુખી માણસની ત્રણ નિશાની....*
*રડે નહી....લડે નહી....કોઇ ને નડે નહી...*


 *બુફે નો જમાનો છે,*
         *નથી બેસતી હવે "પંગત"*
*સંગત માં તો છે હર કોઈ,*
            *પણ કહેવું કોને "અંગત" ?*


પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!











No comments:

Post a Comment