Friday, 6 October 2017

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.
#ઘાયલ  #સેલ્સમેન


છે પ્રિયે લિમિટેડ ઓવર્સ,ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આએક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના
આ પ્રેમ છે શું છૂટી ગયેલો કેચ છે


બસ આમ કહી ને ટાંકા લઇ લીધા ડોક્ટરે 
વિખરાયેલું છે અંદર બધું
ભગવાન પણ સરખું નઈ કરી શકે.


હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં..
પણ વગર હપ્તે નહીં છૂટી શકે
#ઘાયલ #પોલીસ


*આવો જ રૂપાળો આપણો સાથ ,*
*તું શરદ પૂનમ ની કોઈ રાત*
*અને હું તારો ચાંદ...*


ગાજ-ટાંકામાં નવું શું રોજએ કરતો રહું
પ્રેમનો ગ્રાહક મળેતો રોજ છેતરતો રહું
આમતો કાતર જૂની છે,તોય રઘવાઇ રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું


લાવ હથેળી એક રચના તારા નામે લખી આપુ 
દુનિયા જે કહે એ..
હુ આજ આ પૂનમ તારા નામે લખી આપુ.


ચોપાટ્યુ માડી રે સખી મે સુન મા,
ખેલું મારા પિયુ હારે દાવ,
જો હારું તો લાગુ રે પિયુ ને પ્યારી રે,
અને પિયુ જી હારે તો મારી પાસ .....


બંનેમાં એક ચીજની તાસીર તો થશે 
એક ઘૂંટ ઝેરનો મને દેજે દવાની સાથ...!!⚘


તારી આંખોને જોઈને પ્રેમ થયો હતો મને..
અને તું મને કહે છે કે તમે મારા શુ જોયું હતું તો પ્રેમ થયો..






No comments:

Post a Comment