Thursday, 5 October 2017

કોઈનો સાથ છૂટે ત્યારે માણસ ખાલી થઈ જતો હોય છે. 
ખાલીપો માણસને ખોખલો કરી નાખે છે.


તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું.
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું....!!


ગમે છે મને શબ્દો નું કોપી પેસ્ટ...
કાશ લાગણીઓ નું પણ થઈ શકતુ હોય તો...???


એ પણ કેવી નવાઈ છે કે ભગવાને સ્ત્રીને ફુરસદમાં ઘડી પણ સ્ત્રીને ફુરસદ આપતા ભૂલી ગયો.


રોજ રોજ નવી એકલતા..
રોજરોજ નવું કોઈ દુઃખ..
રોજ રોજ પીડા..
રોજ રોજ વિરહ ની વેદના..
રોજ રોજ રાહ જોવાની...
રોજ રોજ વિરમી જવાનું..
ખબર નહીં ...
ક્યારે જાહેર થશે કે...
"અમે હવે નથી રહ્યા આ દુનિયા માં..!!!"


મારા મૌન પાછળની વાત એવી છે સખી કે ....
“ કે જો એનો જ ઉલ્લેખ કરું તો જગત આખું ઘેલી કહેશે
એકની જગ્યાએ અવનવી અનેકો વાતો કહેશે


સાવ મફતમાં વ્હાલ  મળ્યું'તું, 
આજે મમતા પૈસે માપે.
જીવનભરની નોંધ ન લીધી,
મોત પછી છાપામાં છાપે.


 બદલતો નથી sparsh' હજી, 
ગઈકાલ પણ તન્હા હતો,
આજ પણ તન્હા છે.'sparsh
સ્પંદન ના જગાડે એ સ્પર્શ ના હોય,
જીવનની ચેતના જગાડે એ ખરો સ્પર્શ.


ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને,
આપણે પવન થી બચાવતા હોય……!


એક હોઠ... એક મૌન . એક સ્પર્શ. .. એક ધબકાર.. એક તું... એક હું .અને.... એક પ્રેમ..!!





No comments:

Post a Comment