Thursday, 5 October 2017

જયારે નાનું છોકરું રડે, 
તો આખી બિલ્ડિંગને ખબર પડે
પણ સાહેબ
જયારે માં-બાપ રડે ને ત્યારે,
બાજુવાળાને પણ ખબર ના પડે..


 *"મનનું"  માન્યું એ મર્યા,*
અને...... 
*"મનને " માર્યૂં એ તર્યા.*


 *લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી,*
*વાચનાર બધુ સમજતા નથી, સમજનાર બધુ વાઁચતા નથી.*


શ્રધ્ધા એક્સપાયર થાય તો અંધશ્રધ્ધા બને..
અને.. 
વિશ્વાસ અપગ્રેડ થાય ત્યારે આત્મવિશ્વાસ બને.


આખી રાત વાતો કરતો રહ્યો હું ચાંદ સાથે,
ચાંદ પણ એવો બર્યો કે સૂરજ થઈ ગયો..


પ્રેમ ની મારી ગણતરી 

♥ = b² - 4 a c 

       -b± √♥
x =  ————
           2a 
= ગણતરી ના હિસાબે કાઈ નથી થતું


તારી હોઠે મૂકેલી આંગળી ને માણું,
કે તારી અદા ની મીઠાસ ને માણું?
સમજાવ હવે તુ મને કોને હું માણું,
કે પર્યાય વગર ની તને હું માણું?
વર્ષામાં ભીંજાવાની મઝા ને માણું,
કે હાથમાં રાખી હાથ તને હું માણું?
તારી પ્રેમ ભરી સહજ વાતો ને માણું,
વાતો કરતા હોઠનાં વળાંક ને માણું?
આંગળી નાં જાદુઈ સ્પર્શને હું માણું,
કે પછી આખે આખી તને હું માણું?


મારૂ જીવન એ મારા મોબાઈલ
     ના વાયર જેવું થઇ ગયું છે,,,
રોજે ગુચ નીકાળું ને બીજા દિવસે 
       પાછું ગુંચવાયેલું જ પડિયું હોય...


મન ને ગમતું પામવાનો અભરખો  ક્યાં છૂટે છે.. ??
અને તે ન મળે તો થયેલો ઘસરકો ક્યાં છૂટે છે.. ??


 *તારું એક સપનું શું જોવાઈ ગયું...*
*એ તો મારી આંખો માં જ રોકાઈ ગયું...*






No comments:

Post a Comment