એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું....
લાંબો પથ ને રસ્તા કાચા,
એક મુસાફર, લાખ લબાચા.
પારંપારિક સૌના ઢાંચા,
સૌ માને છે પોતે સાચા.
મનગમતા છે સાવ નકામા,
અણગમતા રસ્તાઓ સાચા.
એક જ અર્થ મહાભારતનો;
શ્યામ વગર સૌ સાધન ટાંચા.
ક્યાંય સટાકા ના સંભળાયે,
કુદરતના છે મૌન તમાચા.
આવ ! હવે ખુલ્લામાં 'કાયમ'
છોડ ! હવે તો ખૂણા ખાંચા.
*બોલ કેમ કરશુ પ્રેમ ??*
*તારે સમજદારી સાથે સંબંધ રાખવો છે,*
*અને મારે પાગલ બનીને પ્રેમ કરવો છે...*
નોતી ખબર કે કામ આવશે ગુજરાતી શાયરી,
નહીતર હું ય ભરી રાખત મારી ડાયરી..!!
હૃદય ને ચોરી લેવું એ મારો નિયમ છે..
હવે જોઈએ તારી “ના” માં કેટલો દમ છે
કદાચ એ પણ મને કેદ કરી લેય પોતાની "ડાયરી" માં....
જેનું નામ છુપાયેલુ હોય છે મારી દરેક શાયરી માં...!!
બહુ સીમિત છે એક વ્યક્તિ મારા શબ્દોમાં...
પણ બહુ વિસ્તૃત છે એ એના અર્થોમાં...
તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.
મેં દિલ ને પૂછ્યું કે તું શું કિંમત લેશે એને ભૂલવાની..??
દિલ એ જવાબ આપ્યો,
કંઈ નહીં બસ
''ધડકવાનું છોડી દઈશ..''
એ પધારે કે પછી એ ના પધારે,
યાદો ને કો' બારણા તો ના પછાડે.!!
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
એક માલા ની જેમ મારી આત્મા ને તમારા માં પરોવી છે.
યાદ રાખજો હો હું તૂટી જઈશ તો વિખરાઈ તમે પણ જશો..
આજ ફરી તમને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝ કે આજે ફરી આંસુ વહાવવાનું મન થાય છે
તેણે સમય સમજીને ભલે વિતાવી દીધો મને,
હુ આજ પણ જિંદગી સમજી જીવતો રહ્યો તેને.!
વાત છેડી જ તે,તો લાવ હકીકત કહી દઉં.
શબ્દો છે ઉધાર તારા આજ વ્યાજ સાથે દઈ દઉં.
પ્રેમનું ક્યારેય ન માપ હોય*,
*બસ એ તો આપોઆપ હોય*
*દિવાળી ની ખરીદી એવી જગ્યાએ થી કરો કે*
*તમારી ખરીદીથી એ લોકો દિવાળી મનાવી શકે*
માપીને મન મેળવે છે પછી માપ પ્રમાણે વેતરે...
કેટલાક લોકો આમ જ સંબંધના નામે છેતરે....
તમે દુર જાઓ તો બેચેની મને થાય છે
મહેસુસ કરીને જુઓ પ્રેમ આમ જ થાય છે...
લોકો પૂછે છે કે તમારી જીંદગી આટલી કેમ રૂડી છે,
સાહેબ,આતો બસ બાપ-દાદાની મૂડી છે
પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે,
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે !
- નિનાદ અધ્યારુ
*હું મરી જાવ તો મારી લાશને હાથ ના લગાડતા...*
*તમારી પાછળ મે જીંદગી બગાડી છે,*
*તમે મારૂ મોત ના બગાડતા...*
*નજર તો બહુ દૂર ની વાત છે
*મારું ચાલે ને તો તને તડકો પણ ના લાગવા દઉં...
લંકા ના રાવણ કરતાં
વધુ ભયંકર છે
શંકા નો રાવણ !-
જે સમજણ ની સીતા નું હરણ
કરી જાય છે...!
જે "નોટબુક" ને
બધા જ વિષય
સંભાળવા ની જવાબદારી હોય
તે લગભગ
*"રફબુક"*
બની જાય છે....
પરિવાર માં
જવાબદાર વ્યકિત ની
હાલત પણ કાંઈક આવી જ હોય છે.
લાગણીની કદર અને સાચી સમજણ*
*હોય ત્યાં સંબંધ હંમેશા તાજો અને ખીલેલો રહે છે*
ફૂલ ને ખુશબૂ પાસે,
આટલું શીખું તો બસ-
એ જ મારું છે;
હું જેને પાસે રાખી ના શકું...
પામવા માટે બેઉ વ્યકિતનો સાથ અને વિશ્વાસ જોઈએ છે*.....
*પ્રેમમાં તારું કે મારુ નહિ પણ આપણું હોવું જોઈએ*...
પળ પળ સંબંધોના
સરવાળા કરવા મને ગમે છે,
પ્રભાત થાય ન થાય
અજવાળા કરવા મને ગમે છે..!!
કિસ્મત ની કિતાબ તો ઘણી લખી તી ભગવાને*
*માત્ર અે પત્તુ ગુમ હતુ જેમાં તારુ નામ હતુ*!
આંગળી મૂક, અનલોક થશે.
તારી ફીંગર પ્રિન્ટ ને ઓળખે છે.
મારુ હ્દય...
કાશ તું પૂછે કે શું જોઈએ તારે...
હું પકડું તારો હાથ ,
અને કહું જન્મો જનમ
બસ તારા હાથમાં મારો હાથ...
યાદ મીઠી અપાવીને ચાલ્યા ગયા,
દિલ અમારું ઉઠાવી ને ચાલ્યા ગયા,
આખી મહેફિલ જોતી રહી "ને" #એ
મસ્ત આંખોથી પીવડાવી ચાલ્યા ગયા...
બધા ને તૈયાર થયેલી છોકરીઓ જ ગમે...
પણ મને તો તું ઊંઘ માંથી ઉઠેલ જ ગમે...
ન ડુબાડી શક્યું મને
ઊંડા માં ઊંડા દરિયા નું જલ,
પણ...,
એક જ સેકન્ડ માં ડુબાડી ગયો
તારો ચહેરા પર નો આ તલ...
તમે યાદ ના આવો
એવી એક પણ સવાર નથી બની...
હું તમને ભુલીને સુઈ જાઉં
એવી કોઈપણ રાત નથી આવી...
ચોખ્ખું ગણિત છે...
તું બાદ તો જિંદગી બરબાદ...
આજે પણ પ્રેમ કરું છું તને...
એ ના સમજ પાગલ કે મને કોઈ બીજી મળી નઈ..
મળી તો ઘણી પણ એકેય માં તું દેખાઈ નઈ...
અમે કોઈને પ્રેમ કરવાનું બંધ નથી કરતાં...
બસ એમને કહેવાનું છોડી દીધું છે...
દિલ મારું વિચારે કે કંઈક એવું ખાસ થાય.
તારી દરેક નજરને બસ મારી જ તલાશ થાય.
No comments:
Post a Comment