Monday, 2 October 2017

*હર કોઈની છે*
*અહિંયાં એક સરખી કહાણી,* 
 *હરેકને ઓછી પડે છે.* 
 *પ્રભુએ કરેલ લહાણી !!!!!*


*પ્રીત નું વ્યાક્રણ તો મને આજે પણ નથી સમજાતું...!!*

*પણ તારો શબ્દે શબ્દ યાદ છે* *મને સંજ્ઞા અને સર્વનામ ની જેમ...!!*


*ખુબ સરળ છે પ્રેમ નુ વ્યાકરણ*
*થોડુક તુ મારુ માન થોડુક હુ તારુ માનુ...*


પ્રેમની પરિભાષાનું કોઈ વ્યાકરણ નથી હોતું 
સાહેબ  
અકારણ જે થયો હોય એનું કારણ નથી હોતું.....


*તારી મુસ્કાનના વરસ્યા પછીના હાલ જરા જાણી લે,*
 *ઠેર ઠેર દિલની ગલીઓમાં તારા પ્રેમનું પાણી છે.*


ભીડ છે મિત્રો ની ભારે , નર્ક ના રસ્તા પર ,
 ભવ્ય સુંદર છે ,ભલે જન્નત , છતાં સૂમસામ છે....


*ખૂબ ઊંચા મકાનની અગાસી પરથી*
*અમે માણસાઈ નાની થતી જોઈ છે*


*સારી રીતે બોલતા ના આવડે તે એક કમનસીબી છે*
*અને એનાથી પણ મોટી* *કમનસીબી તો છે કે,*
*ચુપ રહેતા ના આવડે..*


*પકડી લેશો તમે તો નસીબ વાળો હાથ છે  .*
*છોડી દેશો તમે તો આમાં ક્યાં રેખાઓ ખાસ છે .*


*તારી વફા ભલે ના મળી મને,*
 *દુઆ કરું છુ કે તને કોઈ બેવફા ના મળે.*


સાંજનો વિસામો તો ત્યાંજ ગમે,
 જ્યા રાહ જોતું કોઈ આપણું મળે...?


*"ગેરસમજ" ની એક ક્ષણ*
*એટલી "પાવરફુલ" હોય છે.*
*કે..*
*તમે સાથે મળીને વિતાવેલી,*
*"આનંદની" સેંકડો ક્ષણ ને "ભૂલાવી" દે છે*


અંત મા લખાય છે બંને ની બરબાદી,
આશિક હોય કે આંતકવાદી.


તું તારું અંધારું દે મને,
હું તને દીવો આપું 
મારામાં આસ્થા તું સ્થાપ,  
ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ...!!


ભૂલવા તમને ક્યાં આસાન છે,
જે ભૂલે તમને તો નાદાન છે,
આપ તો વસો છો દિલ માં અમારા,
તમે અમને યાદ રાખો છો તો એહસાન છે


તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છુ,
જો તને મળવા નું મન થાય તો મારા દિલ ને સમજાવુ છુ,
પણ જો તારો અવાજ સંભાળવો હોય તો,
કુતરા ને પથ્થર મારું છુ…..


ના જાણે આજે કેમ મન મૂંજાય છે,
દરેક જગ્યા ખોટ તમારી વર્તાય છે,
કારણ શોધવા ઘણા પ્રયત્નો કર્યા,
પણ એમાં વળી નવી મૂંઝવણ ઉભી થાય છે……


દિલ સાથે રમવા નો પ્રયત્ન ના કર,
એમાં જખમ નો ગેહરો દાગ છે,
દિલ ને છંછેડવા નો પ્રયત્ન ના કર,
હમદમ બરફ માં પણ ઠંડી આગ છે….


*ખુશ્બુ છું હવા માં અને આંખો માં તેજ છું*
 *બદલી ગયા છો તમે હું તો એનો એજ છું.*


*રાવણ તો ખોટો બદનામ થઈ ગયો*
*દોસ્તો*
*બાકી વાત જો સ્ત્રી ના સન્નમાન ની હોત ને*
*તો આજે દુર્યોધન અને દુશાસન ના પુતળા બળતા હોત*


છેતરી ને કયાં જશો,
નીચેવાળો છેતરાઈ જશે,
ઉપરવાળો નહીં......




No comments:

Post a Comment