Monday, 11 December 2017

તારી પાસે Time નથી,
ને તારા વગર હું Fine નથી !!

સમય મળે તો ક્યારેક લેજો ખબર,
શું વીતે છે મારા પર તમારા વગર !!


તારીખ તો રોજ બદલાય છે કેલેન્ડરની,
પણ જીવવાનું કારણ તો આજ પણ તું છે !!

પારકા લોકો પાસે થી 
    દગા ની આશા ન રાખવી
        આ હક્ક ફક્ત 
             " અંગત  " 
             લોકો નો છે !

ગઝલ

ગાઢ આલિંગનમાં લઈને ચૂમવાની હોય છે,
કોણ ક્હે છે જિંદગી બસ જીવવાની હોય છે !

જેની કિસ્મતમાં નથી છત કે દિવાલો એમણે,
એક બારી ખાસ અંદર ખોલવાની હોય છે.

સ્હેજ પણ ચચરે નહીં કે ડાઘ સુધ્ધા ના રહે,
ક્યાંક ઈચ્છા એ રીતે પણ બાળવાની હોય છે.

હોઠ,શબ્દો,મૌન,વર્તન,આંખ, કાગળ કે કલમ !
વાત પહેલાં ત્યાં સુધી પ્હોંચાડવાની હોય છે.

આ સફરમાં કૈં જ ઉંચકીને જવાનું છે જ ક્યાં ?
જાત જેવી જાત પણ ઓગાળવાની હોય છે.

    ~ ડૉ. મનોજ જોશી 'મન'
           ( જામનગર )

જુના પ્રેમીઓ ની યાદો એટલી વધી ગઈ...
કે ડિસેમ્બર મા વરસાદ ને આવવુ પડયુ...

વિચારું છું કે આ શિયાળા માં એકાદી એવી શામ આવે...

જ્યારે હું હોય મોજ માં અને તું ઓનલાઈન આવે..!😉😍

હિસાબ કરવા બેઠો છું હું,જીંદગીનો આજે..







લોકોએ નુકસાન જ કર્યું છે,ભરોસો તોડીને..

💔💔💔

લખવું છે મારે કંઈક દિલથી જબરું...








પણ કોઈક તો હોવું જોઈને રૂબરું...

✍🏻✍🏻✍🏻

હવા હોય કે રાજકારણ 
દિલ્હી સૌથી ઝેરી શહેરી


No comments:

Post a Comment