Monday, 11 December 2017

કોણ મોહતાજી વસંતોની કરે, 
તમને સંભારું , ને ખીલે છે ગુલાબ !...

ઓખી એ અનોખી કરી રીત,
ભર શિયાળે સાવન હારે કરી પ્રિત...

શોધી શકાય તો શોધવી છે મારા શમણાંની એ કબર,

દફનાવી દેવાં છે એ શબ્દો જે નથી કરતાં તારા હદય ને અસર...

એક તો ઘેરી લટ નું વાદળ રાખે,
ને કાતિલ છુટ્ટા વાળ પાછા આગળ રાખે.

એ પણ શું જીદ હતી જે 
તારી ને મારી વચ્ચે એક હદ હતી,
મુલાકાત તો શક્ય નહોતી પણ
મોહબત બેહદ હતી !!

સંબધો ત્યારે નબળા પડે છે.. 

જ્યારે એક-મેકને ''પામવા" નીકળેલા 
બે જણ એકબીજાને "માપવા" લાગે..

🙏

રોજ કહેતા રહ્યા કે રાત જાતી નથી,
જોતા જોતા આખી જિંદગી નીકળી ગઈ !!

નસીબમાં કોઈના
કદી ન એવી પ્રીત હો,
જેમાં મિલનના હોઠે
જુદાઈના ગીત હો !!

આ દિલને જે ગમી છે,
બસ એક એની જ કમી છે !!

વસંત આવી ના આવી
ત્યાં તો પાનખર આવી ગઈ,
આપણે મળ્યા ના મળ્યા
ત્યાં તો વિદાઈ આવી ગઈ !!




No comments:

Post a Comment